કોરોના રસીકરણ/ રાજકોટમાં જૈન મહાસતિજીઓએ રસી લઇ લોકોને પ્રેરિત કર્યા,મ્યુનિ. કમિશ્નર ઉદીત અગ્રવાલે કર્યો સીધો સંવાદ 

કોરોનાના કહેરની વચ્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માટે દેશની જનતાને વહેલી તકે રસીકરણ કરવામાં આવે તે પ્રાધાન્ય રહેલું છે ત્યારેઆજે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોન ખાતે જૈન સમાજના મહાસતિજીઓએ કોરોના વેક્સીન

Gujarat Rajkot
rmc jain mahasatiji vaccinated 2 રાજકોટમાં જૈન મહાસતિજીઓએ રસી લઇ લોકોને પ્રેરિત કર્યા,મ્યુનિ. કમિશ્નર ઉદીત અગ્રવાલે કર્યો સીધો સંવાદ 

કોરોનાના કહેરની વચ્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માટે દેશની જનતાને વહેલી તકે રસીકરણ કરવામાં આવે તે પ્રાધાન્ય રહેલું છે ત્યારેઆજે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોન ખાતે જૈન સમાજના મહાસતિજીઓએ કોરોના રસી લીધી હતી અને શહેરના નાગરિકોને રસી લેવા પ્રેરિત કર્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ કોરોના રસીકરણની કામગીરી ચાલી રહી છે.

આજે તા. ૨૨ ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે નાનામવા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં કોરોના રસી લેવા માટે આવેલા નાગરિકો સાથે મ્યુનિ. કમિશનરએ સીધો સંવાદ કર્યો હતો અને અન્ય લોકો પણ રસી લેવા પ્રેરાય તેવા પ્રયાસ કરવા નાગરિકોને અપીલ કરી હતી.

તેમજ અશક્ત નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મ્યુનિ.કમિશ્નર એ આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં જ રસી લઈ શકે તેવી વ્યવસ્થા કરવી હતી. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં થઈ રહેલી વિવિધ કામગીરીઓનું પણ મ્યુનિ. કમિશ્નરએ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર બી. જી. પ્રજાપતિ અને એડી. સીટી એન્જી.  બી. યુ. જોષી હાજર રહ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…