રાજકોટ/ રાજકોટમાં મુખ્યમંત્રીના રોડ-શો તથા મુખ્ય કાર્યક્રમ કોવિડ પ્રોટોકોલનુ સંપૂર્ણપણે પાલન કરાશે

મુખ્યમંત્રીના રોડ શો અંગે આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, તથા સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન થઈ શકે, તે માટે સંબંધિત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા.

Gujarat Rajkot
Untitled 82 રાજકોટમાં મુખ્યમંત્રીના રોડ-શો તથા મુખ્ય કાર્યક્રમ કોવિડ પ્રોટોકોલનુ સંપૂર્ણપણે પાલન કરાશે

હાલ સમગ્ર રાજયમાં શુસાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી  છે  ત્યારેમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 31 ડીસેમ્બરે રાજકોટ ની મુલાકાતે છે  ત્યારે તેમને લઈને મહત્વની   બેઠક કલેકટર દ્વારા કરવામાં આવી હતી.  જેમાં સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવા માટેનો ચુસ્ત બંદોબસ્ત કરવા સંબંધિત સમિતિના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

આ  પણ  વાંચો:બફાટ / મૃત્યુદંડ પણ સ્વીકારું છુ, ફાંસી આપશો તો પણ મારો સ્વર નહી બદલાય : સંત કાલીચરણ

મહત્વનુ છે કે મુખ્યમંત્રીના કાર્યક્રમ અન્વયે યોજાનારી બેઠક વ્યવસ્થામાં કોવિડ પ્રોટોકોલનુ સંપૂર્ણપણે પાલન થાય તે બાબતનું ધ્યાન રાખવા કલેકટરશ્રીએ ખાસ સુચના આપી હતી. કાર્યક્રમ દરમ્યાન દર્શાવનારી ફિલ્મ, સુશોભન વ્યવસ્થા, લાભાર્થીઓને ચેક વિતરણ, વિકાસ કામોની ઈ તકતીઓ, પાર્કિંગ, 31 ડિસેમ્બરે રાજકોટ પધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહી જાય તે બાબતે વિશેષ ધ્યાન આપવા જિલ્લા કલેકટરે સંબંધિત સમિતિઓના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.

આ પણ વાંચો:દિલ્હીમાં નવા પ્રતિબંધો / ઓમિક્રોનને લઈને દિલ્હી સરકારે લીધા કડક પગલાં, કેજરીવાલે રાજધાનીમાં લાગુ કર્યું યલો એલર્ટ

આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ સંબંધિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓ પાસેથી કાર્યક્રમની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીના રોડ શો અંગે આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, તથા સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન થઈ શકે, તે માટે સંબંધિત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:joins bjp / ક્રિકેટ બાદ રાજકારણમાં દિનેશ મોંગિયાએ કરી એન્ટ્રી, ભાજપમાં જોડાયા

આ પણ  વાંચો:Covid-19 / કોરોનાજંગ સામે વધુ બે રસી-દવાને મંજૂરી, કેન્દ્રી આરોગ્યમંત્રી માંડવિયાએ ટ્વીટ કરી આપી માહિતી