Video/ રાજકોટમાં વરરાજા અને મિત્રો સ્ટેજ પર જઇ પીવડાવ્યો દારુ અને પછી…

રાજકોટમાં વરરાજાને દારુ પીવડાવાતો હોવાની ઘટના સામે આવી છે.મિત્રોએ સ્ટેજ પર જઇ વરરાજાને દારુ પીવડાવ્યો હોવાની ઘટના સામે આવી છે.જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Gujarat Rajkot
દારુ
  • મિત્રોએ સ્ટેજ પર જઇ વરરાજાને પીવડાવ્યો દારુ
  • પરસાણાનગરની ઘટના હોવાનું અનુમાન
  • ગત 14 તારીખનો લગ્નનો વીડિયો હોવાનું અનુમાન
  • વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

હાલ લગ્નની સિઝન ચાલી રહી નથી.જેથી સોશિયલ મીડિયા પર લગ્ન સાથે જોડાયેલા ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. વર-કન્યા સાથે જોડાયેલા વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. દુલ્હા અને દુલ્હનની રોમેન્ટિક સ્ટાઈલ યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહી છે. જો લગ્ન દરમિયાન વર-કન્યા સાથે કંઈક રમુજી બને છે, તો લોકોને તે ખૂબ જ ગમે છે. એક તરફ રાજ્યમાં દારુબંધી છે તેમ છતાં છાસવારે દારુ પકડતા હોવાના કિસ્સા સામે આવતા રહે છે.ત્યારે આવામાં રાજકોટમાં વરરાજાને દારુ પીવડાવાતો હોવાની ઘટના સામે આવી છે.મિત્રોએ સ્ટેજ પર જઇ વરરાજાને દારુ પીવડાવ્યો હોવાની ઘટના સામે આવી છે.જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જો કે, આ વીડિયો ગત 14 તારીખના પરસાણાનગર વિસ્તારના લગ્નનો હોવાનું અનુમાન લગવામાં આવી રહ્યું છે.

આ વીડિયો રોકેટ ગતિએ વાયરલ થઈ રહ્યો છે જેમાં દેખાય છે કે કેટલાક લોકો સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે જેમાં એક વ્યક્તિ વરરાજા પાસે પહોંચીને બોટલમાંથી જ સીધો દારુ પીવડાવી રહ્યો છે.

રાજકોટના લગ્ન પ્રસંગનો વીડિયો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે શહેર પોલીસ દ્વારા આ અંગે આગામી સમયમાં વીડિયોના આધારે પરસાણાનગરમાં તાજેતરમાં આયોજાયેલા લગ્નના કાર્યક્રમોની તપાસ કરીને જો આ મામલે હકીકત જણાશે તો જરુરી કાર્યવાહી કરવામાં આવશે.

ઉનાળામાં ખાસ કરીને લોકો અમુક પ્રકારના દારૂથી દૂર રહેતા હોય છે અને આ સમયે વરરાજા પી રહ્યા છે તે પ્રકારના દારૂનું સેવન વધારે થતું હોય છે. વીડિયોમાં આ ખાસ પ્રકારનો દારૂ વરરાજાને પીવડાવવામાં આવી રહ્યાનું જોઈ શકાય છે.

રાજ્યમાં દારુબંધી હોવાથી તહેવારો, પ્રસંગો અને વર્ષના અંતમાં તથા નવા વર્ષની શરુઆતમાં દારુની રેલમછેલ થતી હોવાના કિસ્સા સામે આવતા રહ્યા છે. હવે રાજકોટના પરસાણાનગરમાં બનેલી ઘટનામાં પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે.

મંતવ્ય ન્યૂઝ વાયરલ વીડિયોની કોઈ પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: ધર્માંતરિત જનજાતિના અનામત રદ્દ કરવા કાર્યક્રમનું આયોજન, સાંસદ પ્રભુબ વસાવા રહ્યા હાજર

આ પણ વાંચો: સામાન્ય ખેડૂત પરિવારની દીકરીનો અમેરિકામાં ડંકો, જાણો કોણ છે પ્રિયંકા ખેર…

આ પણ વાંચો:હાર્દિક પટેલ માટે બંધ થઈ રહ્યા છે કોંગ્રેસના દરવાજા, પાટીદાર નેતાઓ આ પાર્ટીમાં જોડાશે