લઠ્ઠાકાંડ/ રાજકોટમાં આખરે નફ્ફટ તંત્ર જાગ્યુ, મીડિયા પહોંચ્યા બાદ દેશી દારૂના રેડનું નાટક

રાજકોટના કુંબલીયા પરા વિસ્તારમાં મીડિયા પહોંચ્યા બાદ રેડનું નાટક કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અહીં દેશી દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી છે. કહેવામાં અવી રહ્યું છે કે, ત્રણથી વધુ દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.

Top Stories
રેડ

બોટાદ જિલ્લામાં થયેલા કથિત લઠ્ઠાકાંડ બાદ આખરે નફટ્ટ તંત્ર જાણે કે ઘોર નિદ્રાંમાંથી જાગ્યું હોય તેમ મિડીયાના પહોંચ્યા બાદ રાજકોટના બલીયા પરા વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા.રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી હતી. મહત્વનું છે કે  આખરે જ્યારે લોકો મોતને ભેટ્ટી ગયા ત્યારે  જ તંત્ર કેમ જાગ્યુ તે સૌથી મોટો અહીં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છ..જોકે ફરી એક વાર ગુજરાતમાં લઠ્ઠાકાંડ બન્યો ત્યારે હવે ગુજરાતમાં દારૂબંધી પર સવાલો ઉભા થઈ રહ્યા છે કે શુ ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ?

બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવતા જ ATS સક્રિય થઈ હતી. ગુજરાત ATSની અલગ અલગ ટિમો દ્વારા એક મોટો ખુલાસો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે 40,000 રૂપિયામાં મોતનો કાળો સમાન વેચાયો હતો. હાલ, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 લોકોની કરી અટકાયત કરી છે. ATS ની તપાસ દરમિયાન રાજુ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, જણાવવામાં આવી રહ્યું છે કે, રાજુએ નભોઈના સંજય નામના શખ્સને 3 દિવસ પહેલા કેમિકલ આપ્યું હતું.

લઠ્ઠાકાંડનો ભોગ બનનારાઓમાં મહિલાનો પણ સમાવેશ થયો છે. જેમાં એક મહિલાની તબિયત લથડતા તેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અત્યારે ભાવનગરની હોસ્પિટલમાં 22, જ્યારે બોટાદની હોસ્પિટલમાં 4 લોકો સારવાર લઈ રહ્યા હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો:બે વર્ષમાં બેંકિંગ ફ્રોડમાં 10 ગણો ઘટાડો થયો, મોદી સરકારના આ પગલાં કામમાં આવ્યા

આ પણ વાંચો: લઠ્ઠાકાંડ મામલે ગૃહમંત્રીની આગેવાનીમાં મળશે ઉચ્ચસ્તરીય બેઠક, ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 27 લોકોના મોત

આ પણ વાંચો:હિજાબ પહેરેલી મહિલાઓને નોકરી મેળવવામાં મુશ્કેલી, વાંચો ચોંકાવનારો સર્વે