અમદાવાદ/ સાણંદમાં પતિએ પત્નીનું માથું ધડથી અલગ કરી મોતને ઘાટ ઉતારી

સાણંદમાં પતિએ પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.   હથિયાર મારી પતિએ પત્નીનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતુ. પત્નીની હત્યા…

Ahmedabad Gujarat
સાણંદમાં
  • અમદાવાદના સાણંદ પતિએ કરી પત્નીની હત્યા
  • હથિયાર મારી માથું ધડથી અલગ કરી નાખ્યું
  • સાણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ગુજરાતમાં એક પછી એક સતત હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. લોકો નજીવી બાબતમાં હત્યા જેવુ પગલું ભરતા પણ વિચાર નથી કરતાં. ત્યારે આવામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે.  આમદાવાદના સાણંદમાં પતિએ પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.   હથિયાર મારી પતિએ પત્નીનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતુ. પત્નીની હત્યા કરી પતિ ફરાર થઈ ગયો છે. સાણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :જામનગરમાં ગાંજાના જથ્થા સાથે 4 ઝડપાયા, 2 આરોપીની અગાઉ પણ થઈ ચૂકી છે ધરપકડ

આ મામલે મળતી માહિતી અનુસાર, મૂળ કચ્છના આડેસરના હિતેશ ઉર્ફે ચકો ગોહિલના લગ્ન 12 જુલાઈ 2021ના રોજ રાપરના હંસાબેન સાથે થયા હતા. હિતેશને GIDCમાં નોકરી મળતા તે પત્નીને લઈને સાણંદ આવ્યો હતો. આ દરમિયાન પાડોશીઓને ઘરમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવતી હોવાથી ઘરમાં તપાસ કરી હતી. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે હંસાબેનની હત્યા થઈ ગઈ છે.

આ પણ વાંચો :બાવળા-બગોદરા હાઈવે પર અજાણ્યા શખ્સોએ ઝેરી ખોરાક ઠાલવતા 7 ગાયના મોત

સ્થાનિકોને જાણ થતાં લોકોના ઘટના સ્થળ પર ટોળેટોળા થઈ ગયા હતા. જ્યાં ઘરમાં હંસાબેનની લાશ ધડથી અલગ થયેલી પડી હતી. મૃતક મહિલાના ભાઈએ આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હોવાનું સ્થાનિક ટીવી રિપોર્ટ્સમાં સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો :રાજ્ય પર વધુ એક માવઠાનું સંકટ, આગાહીના પગલે ધરતીપુત્રોના હાલ બેહાલ

આ પણ વાંચો :ગાંડા બાવળમાંથી બિસ્કીટ કે કોફી પણ બની શકે…

આ પણ વાંચો :Pm ગતિ શક્તિ યોજનાના વિકાસ માટે ગાંધીનગર ખાતે બેઠક યોજાશે, આવો જાણીએ તેની ખૂબીઓ