Saurashtra-Heavyrain/ સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધડબડાટી, માણાવદર, જૂનાગઢ પાણીથી તરબોળ

સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સવારના છથી આઠ એમ બે કલાકમાં માણાવદર અને વંથલીમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ પડી ચૂક્યો છે. જૂનાગઢ જિલ્લામાં પણ સવારથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

Top Stories Gujarat
Saurashtra Rain સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધડબડાટી, માણાવદર, જૂનાગઢ પાણીથી તરબોળ

સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધડબડાટી Saurashtra-Heavyrain બોલાવી છે. સવારના છથી આઠ એમ બે કલાકમાં માણાવદર અને વંથલીમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ પડી ચૂક્યો છે. જૂનાગઢ જિલ્લામાં પણ સવારથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

આ ઉપરાંત માંગરોળમાં બે ઇંચ, મેંદરડા, ઉપલેટા, વાપી, માળિયાહાટીના જૂનાગઢમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે. સવારના બે કલાકમાં ગુજરાતના 46 તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં Saurashtra-Heavyrain સાંબેલાધારે વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે.

ગઈકાલે પણ મેઘરાજા સૌરાષ્ટ્રમાં સાંબેલાધારે Saurashtra-Heavyrain વરસ્યા છે. હવામાન વિભાગે જાહેર કરેલા 24 કલાકના આંકડા મુજબ માંગરોળમાં 13 ઈંચ, ઉમરગામમાં 12 ઈંચ, વાપીમાં 11 ઈંચ, માળિયા હાટિના 9 ઈંચ, પારડીમાં 8 ઈંચ, કુતિયાણા અને કેશોદમાં 7 ઈંચ, જુનાગઢ,સોજીત્રા (આણંદ), વલ્ભીપુર, કાલાવડમાં 6 ઈંચ, તારાપુર, હંસોટ, ઉપલેટા, ધોરાજી, સંખેડા, વલસાડ, માણાવદર, કાલાવડમાં પાંચ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે.

ગઈકાલે ગુજરાતના 201 તાલુકામાં વરસાદ Saurashtra-Heavyrain નોંધાયો છે. મોટાભાગના વિસ્તારોમાં એટલું પાણી પડ્યું છે કે ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં ગુજરાતમાં નવથી વધુ લોકોના મોત થયા છે. સાબરકાંઠામાં ડૂબી જવાથી બે લોકોના મોત થયા અને મકાન ધરાશાયી થતા બે લોકોના મોત થયા હતા. તો સુરત ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં વીજળી પડવાના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે.

 

આ પણ વાંચોઃ Iskon Accident-Compensation/ ઇસ્કોન અકસ્માતમાં મરનારાને ચાર-ચાર લાખની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય

આ પણ વાંચોઃ Weather Update/ગુજરાતમાં ભારે વરસાદે મચાવી તબાહી, 176 તાલુકાઓમાં પૂરની સ્થિતિ, દ્રશ્યો જોઇને તમે પણ હચમચી જશો

આ પણ વાંચોઃ વરસાદી આફત/ગુજરાતમાં મુશળધાર વરસાદ,રાજકોટમાં ધોરાજી ડૂબ્યું પાણીમાં; IMDએ યલો અને ઓરેન્જ એલર્ટ કર્યું જારી

આ પણ વાંચોઃ વરસાદ/રાજ્યના 151 તાલુકામાં મેઘરાજાની મહેર,સુત્રાપાડામાં સાડા 13 ઈંચ વરસાદ

આ પણ વાંચોઃ Gujarat ATS-Terrorist/ભારત પર વિજય મેળવવાના શપથ લીધા હતા ગુજરાત એટીએસે પકડેલા આતંકવાદીઓએ