પોલીસતંત્ર/ શ્રાવણમાં પોલીસકર્મીઓએ દાઢી રાખવાની માંગી મંજૂરી,પોલીસ કમિશનરે અરજી પર લીધો આ નિર્ણય,જાણો

શ્રાવણ મહિનો શરૂ થયો છે, રાજકોટ શહેર પોલીસબેડાના 350 જવાનોએ આ એક મહિનો દાઢી રાખવાની મંજૂરી માગી હતી,

Top Stories Gujarat
4 45 શ્રાવણમાં પોલીસકર્મીઓએ દાઢી રાખવાની માંગી મંજૂરી,પોલીસ કમિશનરે અરજી પર લીધો આ નિર્ણય,જાણો

 શ્રાવણ માસનું મહત્વ શિવભક્તોમાં સૌથી વધારે હોય  છે. દેવપોઢી એકાદશી પછીથી શરૂ થતાં ચાતુર્માસનો આ પ્રથમ મહિનો  હોય છે. શ્રાવણ માસમાં શિવભક્તિમાં ભક્તો લીન બને છે તો વળી આ માસમાં રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી જેવા તહેવારોની પણ ઉજવણી થાય છે. આ પવિત્ર મહિનામાં ભક્તો ઉપવાસ રાખતા હોય છે અને દાઢી પણ રાખતા હોય છે. આ શ્રાવણ મહિનામાં રાજકોટ પોલીસતંત્રમાંથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના પોલીસકર્મીઓએ શ્રાવણ માસ કરતા હોવાથી એટલે કે આસ્થાનું કારણ આપીને એક મહિના સુધી દાઢી વધરાવાની મંજૂરી માંગી હતી, 350 જેચલા પોલીસે આ અંગે પોલીસતંત્ર પાસે મંજૂરી માંગી હતી પરતું પોલીસ કમિશનરે આ મામલે મંજૂરી આપી ન હતી. પોલીસદળ એ ડિસીપ્લીન ફોર્સછે, પોલીસનો એક ચોક્કસ યુનિફોર્મછે, પોલીસ મેન્યુઅલ મુજબ પોલીસ કર્મચારી દાઢી રાખી શકતો.

નોંધનીય છે કે શ્રાવણ મહિનો શરૂ થયો છે, રાજકોટ શહેર પોલીસબેડાના 350 જવાનોએ આ એક મહિનો દાઢી રાખવાની મંજૂરી માગી હતી, રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આવી મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો, જોકે આસ્થા અને ધર્મની વાત હોવાથી કોઇ અધિકારી કે કર્મચારી શ્રાવણ મહિનામાં દાઢી રાખવા ઇચ્છતા હોય તો તેમણે રજા પર ઉતરી જવા અને શ્રાવણ મહિનો પુરો થયે ફરજ પર હાજર થઇ શકશે તેવી છુટ આપી છે.