Not Set/ સુરતમાં નકલી પત્રકારે હદ વટાવી, સામાન્ય માણસોને ધાકધમકી આપી કરતો હતો આવું…

અરુણ પાઠક નામનો આ બોગસ પત્રકાર કોઈ પણ જગ્યાએ બાંધકામ થાય ત્યાં જઈ પત્રકારના નામે પૈસા ઉઘરાવતો હતો. અને જો કોઈ બોલાચાલી કરે તો ધકધમકીઓ પણ આપતો હતો.

Gujarat Surat
નકલી પત્રકારે હદ વટાવી

સુરતમા નકલી પત્રકારે હદ વટાવી હતી.અરુણ પાઠક નામના ઇસમે પત્રકાર તરીકે ઓળખ આપી સામાન્ય માણસોને છેતરવાનુ કામ કરતો હતો બાંધકામ થાય તે જગ્યા જઈ લોકો પાસે પત્રકારના નામે પૈસા ઉઘરાવતો હતો. ડીંડોલીમાં બાંઘકામની સાઈડ પર જઈ 5 લાખની ખંડણી માંગણી કરતા ન મળતા માલિકની સાથે મારામારી કરી હતી ડીંડોલી પોલીસે અરુણ પાઠક અને અન્ય બે સાગરીતો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો. પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

નકલી પત્રકારે હદ વટાવી

મળતી માહિતી અનુસાર, અરુણ પાઠક નામનો આ બોગસ પત્રકાર કોઈ પણ જગ્યાએ બાંધકામ થાય ત્યાં જઈ પત્રકારના નામે પૈસા ઉઘરાવતો હતો. અને જો કોઈ બોલાચાલી કરે તો ધકધમકીઓ પણ આપતો હતો. આ જ રીતે તેણે ડીંડોલી વિસ્તારમાં બાંઘકામની સાઈડ પર જઈ 5 લાખ રૂપિયા માંગ્યા હતા. તેમજ એવી ધમકી પણ આપી હતી કે, 5 લાખ રૂપિયા નહિ આપે તો તારું બાંધકામ તોડાવી દઈશ.

આ સિવાય વધુ એક જગ્યાએ પણ આ જ રીતની માંગણી કરી હતી. તેણે નવનિર્મિત બાંઘકામ પર જઈ માલીકની સાથે મારામારી પણ કરી હતી. જેના કારણે બોગસ પત્રકાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેથી ફરીયાદના આધારે ડીંડોલી પોલીસે અરુણ પાઠક અને અન્ય બે સાગરીતો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તેમજ આ આરોપીની ડીંડોલી પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:રતનપર સ્વામિનારાયણ મંદિરમાં ધરાવાયો કેરીનો અન્નકૂટ

આ પણ વાંચો:પીએમ મોદીએ જણાવ્યું કે કેવી રીતે તેમની માતા હીરાબાએ અબ્બાસનો પણ ઉછેર કર્યો, ઈદની ઉજવણીનો કર્યો ઉલ્લેખ 

આ પણ વાંચો:ઓઢવમાં ધોળા દિવસે બંદૂકની અણીએ આંગડિયા પેઢીમાંથી 50 લાખની લૂંટ