હત્યા/ સુરતમાં સગીર પુત્રએ આ કારણથી પિતાની કરી હત્યા,જાણો

સુરતમાં સગીર પુત્રએ પિતાને ચપ્પુ મારીને હત્યા કરી દેવાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના ઉધના પાલિકાના આવાસ વિસ્તારમાં પુત્રએ પિતાની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

Top Stories Gujarat
સગીર

સુરતમાં સગીર પુત્રએ પિતાને ચપ્પુ મારીને મોતને ઘાટ ઉતારી દેવાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના ઉધના પાલિકાના આવાસ વિસ્તારમાં પુત્રએ પિતાની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં આ ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર પુત્રના પિતાને દારૂની લત હોવાથી તે દરરોજ ઘરમાં તેની પત્નીને મારઝૂડ કરતો હતો. આ મામલે ઘરમાં ભારે ઘર કંકાસ થતો હતો.

ઉલ્લેખનીય છે કે 22મી તારીખે દારૂ પીને આવેલા પતિએ પત્નીને ખુબ માર મારી હતી,આ ઝઘડો પુત્ર સામે થયો હતો જેનાથી આ સગીર પુત્ર ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે પોતાના પિતાને ચપ્પુના ઘા માર્યા હતા અને કાનના ભાગે હથોડી મારી હતી જેના લીધે તેમની હાલકત ખુબ ગંભીર થઇ ગઇ હતી ,જેના લીધે તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,ત્યાં તેમનું મોત નિપજયું હતું .

આ અંગે પોલીસે પુછપરછ હાથ ધરી હતી પરતું સંતોષકારક જવાબ ન મળતા પોલીસે સઘન પુછપરછ હાથ ધરતા સત્ય વાત બહાર આવી હતી. સગીર પુત્ર તેના પિતાથી ખુબ ત્રાસી ગયો હતો કારણ કે તે દરરોજ દારૂ પીને માતા સાથે મારઝૂડ કરતો હતો તેથી આવેશમાં આવીને પિતાની હત્યા કરી દીધી હતી. નોંધનીય છે કે પોલીસે નવમાં ધોરણામાં અભ્યાસ  કરતા 15 વર્ષના સગીર સામે  હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

Gujarat Election/રાજકોટમાં પોસ્ટલ બેલેટથી પોલીસકર્મીઓનું મતદાન શરૂ,ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

મન કી બાત/PM મોદી આજે કરશે ‘મન કી બાત’ આ મુદ્દા પર કરી શકે છે વાત

Gujarat Election/વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 3 જાહેર સભા સંબોધશે,જાણો આ શહેરમાં રોડ શો

વીજ કરંટ/પશ્ચિમ બંગાળમાં 10 વિધાર્થીઓને વીજ કરંટ લાગતા ગંભીર ઇજાગ્રસ્ત,5ની હાલત નાજુક