Not Set/ સુરતમાં જન્મદાત્રીએ લીધો જીવ અને પોતે પણ જીવન ટુંકાવ્યું : કારણ છે અત્યંત સંવેદનશીલ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઝડફિયા સર્કલ પાસેથી માતા-પુત્ર ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં જે બાદ તેમણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું મૃત્યુ થયું હતું.

Top Stories Gujarat Surat
સુરત

જ્યારે જન્મદાત્રી જીવલેણ બને ત્યારે જે કરુણાંતિકા સર્જાઈ છે તે અસહાય બની જતી હોય છે. આવો જ એક અરેરાટી ફેલાવતો કિસ્સો સુરત માં બન્યો છે. સુરત માં એક માતાએ તેના એક વર્ષના વ્હાલસોયાને ઝેર પીવડાવી પોતે પણ આપઘાત કરી લીધો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઝડફિયા સર્કલ પાસેથી માતા-પુત્ર ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં જે બાદ તેમણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું મૃત્યુ થયું હતું.

વધુ મળતી માહિતી મુજબ સુરતનાં વરાછા શિવધારામાં રહેતા ચેતના ગજેરાએ તેના એક વર્ષના પુત્રને જિંદગીના બદલે મોત આપ્યું છે અને પોતે પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ચેતનાનાં પતિ જીગ્નેશ ગજેરા હીરાના કારખાના કામ કરે છે. બનાવાના દિવસે તેઓ કારખાને ગયા હતા. અને બપોરના સમયે તેમની 30 વર્ષની પત્ની ચેતના ગજેરા 1 વર્ષના નાના પુત્ર અંશને લઈ ઘરેથી નીકળી ગઈ હતી. પડોશીને અંશ રડતો હોવાથી બહાર કચરો નાખવાને બહાનું કાઢ્યું હતું. જે બાદ તેઓ ઘરે પાછા ફર્યા ન હતા. જ્યારે કારખાનેથી જીગ્નેશ ગજેરા ઘરેથી પરત આવ્યા ત્યારે ઘરમાં ન તેમનો પુત્ર હતો ન પત્ની જેથી તાત્કાલિક આસપાસ પાડોશમાં તપાસ કરી હતી. અને મોડી રાત સુધી કોઈ ભાળ ન મળતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે  બાદ પોલીસને એક મહિલા અને બાળક કાપોદ્રા ઝડફીયા સર્કલ પાસેથી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જેમની જીગ્નેશભાઈ ઓળખ કરી લીધી હતી. ચેતનાના આવા પગલાથી તેના પરિવાર અને આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. હાલમાં ચેતનાના આવું પગલું  ભરવા પાછળનું કારણ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ ચેતનાના પરિવારજનોનાં જણાવ્યા અનુસાર ચેતના બે ત્રણ વર્ષથી માનસિક અસંતુલિત હતી. ઘણી વખત ઉગ્ર અને સેન્ટી બની જતી. આથી કદાચ આવેશમાં આવીને આવું ભર્યું હોય શકે છે. જો કે પોલીસ તેની તપાસ કરી રહી છે.

WhatsApp Image 2022 05 20 at 11.12.31 AM સુરતમાં જન્મદાત્રીએ લીધો જીવ અને પોતે પણ જીવન ટુંકાવ્યું : કારણ છે અત્યંત સંવેદનશીલ

આ પણ વાંચો : ભગવાન શિવ કૈલાસ પર બિરાજમાન છે જ્યાં ચીનનો કબજો છે અને ‘ભક્તો’તેમને અન્ય સ્થળે શોધી રહ્યા છે