Not Set/ સુરતમાં વેપારીને અર્ધનગ્ન કરી હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી માર્કેટમાં ફેરવાયો

સુરતમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં કાપડ માર્કેટમાં એક વેપારીને અર્ધનગ્ન કરી તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી…

Gujarat Surat
A 268 સુરતમાં વેપારીને અર્ધનગ્ન કરી હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી માર્કેટમાં ફેરવાયો

સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. પેમેન્ટ નહીં ચૂકવતા વૃદ્ધને અર્ધનગ્ન કરી માર્કેટમાં ફેરવવામાં આવ્યો. આપને જણાવીએ  કે, જ્યારે આ વેપારી ગુજરાત બહારથી આવ્યો હતો અને સુરત ટેકસ્ટાઈલ માર્કેટમાં વેપાર કરવા માટે પણ કેટલાક લોકો અઠવા સ્થાનિક વેપારી દ્વારા જે હરકરત કરવામાં આવી તે ગંભીર છે મોડી રાત્રે આ વીડિયો વાયરલ થતાની સાથે જ સુરત પોલીસ દોડતી થઈ હતી અને તપાસ શરૂ કરી છે .

આ પણ વાંચો : એવું તો શું થયું કે દરિયાપુરના PI, PSI સહિત આખો ડી-સ્ટાફ સસ્પેન્ડ કરાયો…

મળતી માહિતી અનુસાર, તમિલનાડુના વેપારીએ નાણા નહી ચૂકવી ઠગાઈ કરતા આવી રીતે તેને માર્કેટમાં ફેરવામાં આવ્યો હતો. જો કે, બીજી તરફ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ પણ હરકતમાં આવી છે અને આ વીડિયોને લઈને પોલીસે તપાસ શરુ કરી છે. મહત્વની વાત છે કે, ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા પરંતુ કોઈએ પણ આ કૃત્યને રોકવાનો પ્રયત્ન કર્યો નહોંતો. માત્ર તમાશો જ જોઈ રહ્યા હતા. બીજી તરફ આ વીડિયો વાયરલ થતાં કાપડ માર્કેટના વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો :રાજય માં આગામી બે દિવસમાં આ વિસ્તારો ભારે વરસાદ પડવાની આગાહી

પોલીસે પણ તપાસ શરુ કરી

વેપારીને અર્ધનગ્ન કરી માર્કેટમાં ફેરવામાં આવતા એક તરફ કાપડ વેપારીમાં ચકચાર મચી ગઈ છે. ખુદ કાપડ વેપારીઓ આ ઘટનાને વખોડી રહ્યા છે. તો બીજી તરફ પોલીસે પણ આ મામલે તપાસ શરુ કરી છે. માનવતાને નેવે મૂકી આ પ્રકારની ઘટના ખુબ જ દુ:ખદ છે. ભોગ બનનાર લોકો પોલીસનો સહારો લઇ શકતા હતા પરંતુ આવી રીતે માનવતાને શર્મસાર કરવી ખુબ જ નિદનીય બાબત કહી શકાય છે. ત્યારે આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો :  PM Modi આજે ગુજરાતના મહત્વના પ્રોજેકટોનું વર્ચ્યુયલ લોકાર્પણ કરશે

આપને જણાવી દઈએ કે, વાયરલ વીડિયોની મંતવ્ય ન્યૂઝ પુષ્ટી કરતું નથી.