Not Set/ સુરતમાં વધુ એક નવજાત બાળકને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને તરછોડાયુ

સુરતમાં નવજાત બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. સુરતમાં કચરાના ઢગલામાં પ્લાસ્ટિકની થેલીમાં બાળકીને ત્યજી દેવામાં આવી છે.

Gujarat Surat
નવજાત બાળકને

ગુજરાત રાજ્યમાં સતત બાળકો ત્યજી દેવાની ઘટના સામે આવી રહી છે. એક પછી એક બાળકો ત્યજી દેવાનો ઘટના પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદમાં શિવાંશ બાદ હવે સુરતમાં નવજાત બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. સુરતમાં કચરાના ઢગલામાં પ્લાસ્ટિકની થેલીમાં બાળકીને ત્યજી દેવામાં આવી છે. એક રહેદારીને બાળકીનો અવાજ આવતા તેણે તરત 108ની મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા આવ્યો.

આ પણ વાંચો :સુરતમાં ગટરમાં ફટાકડા ફોડવા બાળકોને પડ્યું ભારે, જુઓ આ ભયંકર વીડિયો

મળતી માહિતી અનુસાર, સુરતના ભેસ્તાન બ્રિજ પાસે કામનાથ મંદિરની નજીક કચરાના ઢગલામાં બાળકનો રડવાનો અવાજ આવતા ત્યાંથી પસાર થતા શ્રમજીવી ભરત ઠાકોર તાત્કાલિક દોડી આવ્યા હતા. બાળક તાજુ જન્મેલું છે અને તેને ત્યજી દેવામાં આવ્યું હોવાનું માલુમ પડતા તેને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યું છે.

બાળકને 108ની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને સારવાર માટે NICUમાં રાખ્યું છે. બાળકના ધબકારા અને શ્વાસોચ્છવાસની ક્રિયા યોગ્ય છે અને હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે. મળી આવેલા બાળકનું વજન 1.6 કિલોગ્રામ હોવાનું જાણવા મળી રહ્યું છે. જે પ્રકારે બાળકના શરીર પર લોહી ચોંટેલું હતું તે જોતા બાળક હોસ્પિટલ લાવવામાં આવ્યું તેના 4-5 કલાક પહેલા જ જન્મ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :રાજકોટના યાજ્ઞિક રોડ પર દુર્ઘટના, દુકાનની છત ધરાશાયી થતા કેટલાક લોકો ફસાયા

બાળકની નાળ પર દોરી બાંધેલી હોવાથી બાળક ઘરમાં જ જન્મ્યુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે બાળક હોસ્પિટલમાં જન્મ લે પછી તેની નાળ કાપીને તેને અલગ કરવામાં આવતું હોય છે, પરંતુ અહીં બાળકની નાળ કાપ્યા બાદ તેના પર દોરો લપેટી દેવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.

ડો. ઉમેશ ચૌધરી (મેડિકલ ઓફિસર)એ જણાવ્યું હતું કે બાળક લગભગ તાજું જન્મેલું એટલે કે 4-5 કલાક પહેલાં જ જન્મેલું હોય એમ કહી શકાય છે. બાળકીનું વજન લગભગ 1.6 કિલો ઉપરનું હોય શકે એમ કહી શકાય છે. હાલ બાળકીને NICUમાં દાખલ કરાઈ છે અને તેણે જન્મ લેતાં ત્યજી દેવાઈ હોય એમ કહી શકાય છે. 108 EMT (ભેસ્તાન લોકેશન)એ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની માહિતી કે ફોટો મીડિયામાં ન આપવા બાબતે EME (સુપરવાઇઝર)એ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે. EMTને મીડિયાથી દૂર રાખવા પાછળના EMEના આવા વલણ સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે.

આ પણ વાંચો :મહિલા સાથે સંબંધ બાંધી ધમકી આપનાર વકીલ મુશ્કેલીમાં, કરાઈ ધરપકડ

આ પણ વાંચો :વડોદરામાં ઉદ્યોગપતિ પિતા-પુત્રએ કર્યો આપઘાત, બંનેએ ટ્રેન નીચે મૂક્યું પડતું

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ