Gujarat surat/ સુરતમાં બે મામાએ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ખળભળાટ

ફાર્મ હાઉસમાં ગોંધી રાખી 3 મહિના સુધી બળાત્કાર ગુજાર્યો, બાળકી બની ગર્ભવતી

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 06 20T135813.451 સુરતમાં બે મામાએ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ખળભળાટ

Surat News : સુરતમાં શરમથી માથુ ઝુકી જાય તેવી ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. રાંદેર વિસ્તારમાં ઝૂપડામાં એક 16 વર્ષની કિશોરી સાથે શ્રમજીવી પરિવાર રહે છે. આ દીકરી પર બીજા કોઈએ નહીં પરંતુ તેના જ બે મામાએ નજર બગાડી હતી અને બાદમાં બે મામા સહિત ત્રણ શખસે ભાણેજનું અપહરણ કરી બોટાદના એક ફાર્મ હાઉસ લઈ ગયા હતા. તેમણે  સગીરાને અંદાજે 3 મહિના ગોંધી રાખી હતી અને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. બીજીતરફ દીકરીને મોકો મળતા જ તેની માતાને ફોન કરી આખી ઘટના જણાવી હતી.જેને પગલે માતા દીકરીએ જણાવેલી જગ્યાએ પહોંચી તેને હવસખોરોના ચુંગાલમાંથી છુટકારો કરાવ્યો હતો. કરૂણતા એ છે કે વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને 6 સપ્તાહનો ગર્ભ રહી ગયો છે. જેને પગલે  માતાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રાંદેર પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ રાંદેર રોડ પર જૂના કપડાનું વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારની 16 વર્ષની દીકરી ગત 29 માર્ચના રોજ પોતાના ઘરમાંથી ગુમ થઈ ગઈ હતી. તેની માતા અને પરિવારના સભ્યોએ દીકરીની શોધખોળ કરી હતી, પણ મળી આવી નહોતી.

જો કે, ગત 10 જૂનના રોજ તરુણીએ તેની માતાને ફોન કરીને એમ કહ્યું હતું કે, મને બે મામા સુરતથી બળજબરીથી કારમાં બેસાડીને બોટાદના એક ફાર્મમાં લઈ આવ્યા છે. અત્યારે દશરથ રાજપૂતની વાડીમાં મને રાખી છે. જેને પગલે તેની માતા તુરંત જ ખાનગી વાહનમાં દીકરીએ જે ફાર્મ કહ્યું હતું ત્યાં પહોંચતા જ તમામ આરોપીઓ ભાગી ગયા હતા.

બાદમાં માતા દીકરીને સુરત લઈ આવી હતી. જો કે, બે દિવસ અગાઉ દીકરીને પેટમાં દુખાવો થતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં તરૂણીને છ સપ્તાહનો ગર્ભ હોવાનું તબીબોએ કહ્યું હતું. બાદમાં તરૂણીએ માતાને જણાવ્યું હતું કે, બે મામા અને રવિ આવરનવાર તેની સાથે ફાર્મમાં દુષ્કર્મ આચરતા હતા અને એક ઓરડીમાં પૂરી રાખતા હતા. બનાવ અંગે રાંદેર પોલીસે ભોગ બનનાર તરૂણીની માતાની ફરિયાદ લઈને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 44 જેટલા મોટા સર્કલને નાના કરાશે, ટ્રાફિક સમસ્યા દૂર કરવા નવતર પ્રયોગ

આ પણ વાંચો: ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ

આ પણ વાંચો: મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં થઈ લાખો રૂપિયાની ચોરી

આ પણ વાંચો: જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું