Not Set/ સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં કોરોનાએ વિખાર્યા આવા કષ્ટામણવાળા રંગ

સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં કોરોનાએ વિખાર્યા આવા રંગ. રાજકોટમાં 24 કલાકમાં કોરોનાથી 6 ના મોત : કુલ પોઝિટિવ કેસ 10294 તથા 701 દર્દીઓ સારવાર હેઠળ છે.

Gujarat Rajkot
election bihar 2 સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં કોરોનાએ વિખાર્યા આવા કષ્ટામણવાળા રંગ

સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં કોરોનાએ વિખાર્યા આવા રંગ. રાજકોટમાં 24 કલાકમાં કોરોનાથી 6 ના મોત : કુલ પોઝિટિવ કેસ 10294 તથા 701 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકની અંદર વધુ 6 દર્દીઓના મોત કોરોના સબબ થયા હોવાનું મનપા દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 10,294 પર પહોંચી છે. આ ઉપરાંત રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં કોલ 701 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

રાજકોટમાં સોમવારના દિવસે 87 દર્દીઓ કોરોના મુક્ત થયા હોય તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલની સાથે સાથે ખાનગીમાં પણ દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી રહી હોય કેટલીક હોસ્પિટલો માં બેડની સંખ્યા ઘટવા લાગી હોવાનું જાણવા મળ્યું છે.આજે મૃત્યુઆંક થોડો સ્થિર થયો હોય તેવું જોવા મળે છે. રાજકોટ જિલ્લાના 80 વિસ્તારોને કલેકટર દ્વારા માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

મનપા આજથી ફેરીયા અને ડિલિવરી મેનનું કરશે ચેકીંગ

આજથી શહેરના વિવિધ હોકર્સ ઝોનમાં જઈને ફેરિયાનું કાર્ડ ધરાવતા લોકોનું ફરી વખત સ્ક્રીનિંગ કરવામાં આવશે અને જરૂર પડ્યે ટેસ્ટિંગ કરવામાં આવશે. ત્યારબાદ આ કાર્ડ રીન્યુ કરી દેવામાં આવશે જે પંદર દિવસ બાદ ફરીથી ચેક કરવામાં આવશે. તંત્ર દ્વારા શહેરમાં જે પણ વિસ્તારોમાં ભીડ થાય છે તેવા વિસ્તારોમાં સંક્રમણ ન ફેલાય તે પ્રકારની વ્યૂહરચના ઘડવામાં આવી છે. મનપાના આરોગ્ય અધિકારી એલ.ટી.વાંઝાના જણાવ્યા પ્રમાણે તંત્ર હાલ પૂરી રીતે સમજે છે અને રાજકોટ શહેરમાં હજુ પણ બીજા તબક્કાની શરૂઆત થઈ નથી અને ક્યારે થશે તેનો પણ અંદાજ લગાવી શકાય નહીં આમ છતાં જો બીજો તબક્કો આવે તો કઈ રીતે તૈયારી કરવી તેમ માનીને જ અત્યારથી તંત્ર કામગીરી કરી રહ્યું છે.

કરફ્યુની અસરથી રાજકોટ એસટી વિભાગની આવક 17 લાખ ઘટી

કોરોના સંક્રમણની અટકાવવા માટે જાહેર કરાયેલા કર્ફ્યુની પડી રાજકોટ એસટી વિભાગ પર પડી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ એસટીની દૈનિક આવક 17 લાખનો ફટકો પડયો છે.દિવાળીના તહેવારમાં દૈનિક આવક 45 લાખ હતી તે કરફ્યૂને લઈ તે ઘટીને ત્યારે 28 લાખ પહોંચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. લગ્ન પ્રસંગ માટે એસટી બસ ની જેલમાં હતી તેમાં પણ ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે.

 

શાકભાજીના ભાવમાં અધધધ વધારો

એક તરફ શિયાળામાં શાકભાજી ના થતા હોય શાકભાજીના ભાવ ઘટી રહ્યા છે તેમ છતાં કર્યું આ કારણે શાકભાજીના ભાવ હજુ પણ વધારે જોવા મળી રહ્યા છે. કર્યું આ કારણે ટ્રાન્સપોર્ટેશનને બ્રેક લગતા ઉપરથી આવકમાં ઘટાડો થતાં બટાટા અને ડુંગળીના ભાવ હજુ પણ કાબુ બહાર હોવાનું જાણવા મળ્યું છે.બટાટા પ્રતિ કિલો 45 થી 55 રૂપિયા, ડુંગળી પ્રતિ કિલો 50 થી 55 રૂપિયાનો તેમજ ટામેટા પ્રતિ કિલો 40 અને ગુવાર 80 રૂપિયા હોવાનું રાજકોટના શાકભાજીના ધંધાર્થીઓ પાસેથી જાણવા મળ્યું છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya Newsની નવી  મોબાઇલ એપ્લિકેશન….