વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ
અમદાવાદ શહેરમાં ફરી એક વખત 15 વર્ષની સગીરા હેવાનિયતનો ભોગ બની છે… વટવા વિસ્તારમાં રહેતા હવસ ના ભૂખ્યા આરોપીએ સગીરા લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું જોકે નારોલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે ત્યારે આવો જોઈએ કોણ છે હવસનો મુખ્ય આરોપી જોઈએ આ ખાસ રિપોર્ટમાં …
નારોલ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં દેખાતા હવસના ભુખ્યા આરોપીનું નામ હારુંન દિવાન છે આરોપી વટવા વિસ્તારમાં આવેલ સૈયદ વાડી માં રહે છે… આરોપી હારુન પોતે કુંવારો છે અને સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી છેલ્લા ૭ મહિનાથી સગીરા સાથે પ્રેમ સબંધ બાંધી અલગ અલગ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ આચરતો હતો…જોકે પોલીસે ગણતરીના કલાકો માં આરોપી ની ધરપકડ કરી દીધી છે…
પોલીસ પૂછપરછમાં આરોપી પરિણીત હોવાનું સામે આવ્યું છે…. સગીરા ની બાજુમાં રહેતા તેના એક મિત્રને ત્યાં આરોપી આવતો હતો અને એ દરમિયાન સગીરા અને આરોપી વચ્ચે સંપર્ક થયો હતો… જોકે ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીના પ્રેમસંબંધની જાણ પત્નીને હતા તેની પત્ની સગીરાના ઘરે જઈને આરોપીના અને સગીરાના લગ્ન કરાવી આપવાની જાણ સગીરાની માતા ને કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો….અને સગીરા ની માતા એ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઇ હતી ..
જોકે નારોલ પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી તથા સગીરાની મેડીકલ તપાસ શરૂ કરી છે સાથે જ આરોપીએ કઈ કઈ જગ્યા પર લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે તેની પણ તપાસ શરૂ કરી છે…