Gujrat/ લોકસભા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, જૂનું માળખા વિખેરી નવા હોદેદારોની કરાશે નિમણૂક

લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એકશન મોડમાં આવ્યું છે. ચૂંટણી જાહેર થયા પૂર્વે જ ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસની તૈયારી કરી લીધી છે. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો સીધી દાવેદારી નહી કરી શકે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 20T124832.848 લોકસભા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, જૂનું માળખા વિખેરી નવા હોદેદારોની કરાશે નિમણૂક

લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એકશન મોડમાં આવ્યું છે. ચૂંટણી જાહેર થયા પૂર્વે જ ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસની તૈયારી કરી લીધી છે. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો સીધી દાવેદારી નહી કરી શકે. સંગઠનમાંથી આવનાર નામને જ ઉમેદવાર પદે પસંદ કરાશે. કોંગ્રેસ ચૂંટણી પહેલા જ અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું માળખું વિખેરી નખાયું છે. અને હવે જૂનું માળખું વિખેરી નવા હોદ્દેદારોની નિમણુક કરવામાં આવશે. સ્થાનિક કાર્યકરો સાથે ચિંતન બાદ નિમણુંકના નામો અપાશે. પ્રભારીઓ નવા હોદ્દેદારોની નિમણુક માટે નામો આપશે. તેમજ અમદાવાદની જેમ અન્ય શહેર અને જિલ્લાના માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે.

જાન્યુઆરી મહિનામાં બેઠકદીઠ 2 ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવી છે. અને ફેબ્રુઆરી અંત સુધી 26 પૈકી મોટા ભાગના ઉમેદવારો નક્કી કરવાનો નિર્ણય કરાયો છે. લોકસભા મતદાન પૂર્વે ઉમેદવારને 2 મહિનાનો સમય આપવાનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે કોંગ્રેસે લોકસભા ચૂંટણીની જાહેરાત થતા પહેલા પૂર્વ તૈયારીઓ આરંભ કરી હતી. જૂના જોગીઓને બદલે માળખામાં નવા લોકોને સ્થાન આપવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના 13 જિલ્લામાં કોંગ્રેસ સમિતિ, જિલ્લા શહેર સમિતિના નવા પ્રમુખોની નિમણૂક કરાવામાં આવી. મનોજ કથેરિયા જામનગરના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવાયા જ્યારે મનોજ જોશીને જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ બનાવાયા. કિશોર ચીખલિયા મોરબીના કોંગ્રેસ પ્રમુખ બન્યા, હિતેશ વ્યાસ-ભાવનગર શહેર, હસમુખ ચૌધરી-મહેસાણાના કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોમાં મનોજ ગોરધનભાઈ કથીરીયા – જામનગર જિલ્લો, મનોજ ભીખાભાઈ જોષી – જૂનાગઢ શહેર, નૌશાદ સોલંકી – સુરેન્દ્રનગર જિલ્લો, કિશોર ચીખલીયા – મોરબી જિલ્લો, હિતેશ મનુભાઈ વ્યાસ – ભાવનગર શહેર, હસમુખભાઈ રાજેશભાઈ ચૌધરી – મહેસાણા જિલ્લો, અશોક નાથાભાઈ પટેલ – સાબરકાંઠા જિલ્લો, રાજેન્દ્રસિંહ રાણા – ભરૂચ જિલ્લો, ધનસુખ ભગવતીપ્રસાદ રાજપૂત – સુરત શહેર, દિનેશ નાનુભાઈ સાવલિયા (વર્કીંગ પ્રેસીડેન્ટ) – સુરત શહેર, વિપુલ બાબુભાઈ ઉધનાવાલા (વર્કીંગ પ્રેસીડેન્ટ) – સુરત શહેર, અતુલ રસીકભાઈ રાજાણી – રાજકોટ શહેર, અમરસિંહ રામુભાઈ સોલંકી – અમદાવાદ જિલ્લો, ગુલાબસિંહ ચૌહાણ – મહીસાગર જિલ્લો, ગેમરભાઈ જીવણભાઈ રબારી – પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા આધાર કાર્ડ કેમ કરવામાં આવી રહ્યા નિષ્ક્રિય? સીએમ મમતાએ પીએમ મોદીને લખ્યો પત્ર

આ પણ વાંચો:અખિલેશે કોંગ્રેસને ઓફર કરી 17 સીટો, કોંગ્રેસના જવાબ બાદ આગળનો રસ્તો થશે નક્કી

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ કહ્યું- અમેઠીમાં હાજર છું, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ માર્યો ટોણો, કહ્યું- સ્વાગત માટે પ્રતાપગઢ અને સુલતાનપુરથી લોકોને લાવવા પડ્યા

આ પણ વાંચો:પ્રિયંકા ગાંધીની બગડી તબિયત, સર ગંગારામ હોસ્પિટલમાં કરાયા દાખલ