Covid-19/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કારણે 1 દર્દીનું મોત, નોંધાયા આટલા કેસ

રાજ્યમાં કોરોનાનાં કેસની ગતિ મંદી પડી છે. જો કે હજુ પણ લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.

Gujarat Others
PICTURE 4 153 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કારણે 1 દર્દીનું મોત, નોંધાયા આટલા કેસ
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 268
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,64,718
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 281
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,58,551
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1767

રાજ્યમાં કોરોનાનાં કેસની ગતિ મંદી પડી છે. જો કે હજુ પણ લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. કોરોનાનાં કેસ ઓછા જરૂર થયા છે પરંંતુ પૂરી રીતે આ વાયરસ આપણા જીવનથી અલગ થયો નથી. આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજનાં એટલે કે શુક્રવારનાં આંકડાની વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આજે  નવા કેસની સંખ્યા 268 નોંધવામાં આવી છે.

આ આંકડો કાલનાં 255 નાં આંકડા કરતા પ્રમાણમાં થોડો ઓછો નોંધવામાં આવ્યો છે. જણાવી દઇેે કે, છેલ્લા લાંબા સમય બાદ બુધવારે આવું બન્યુ હતુ કે, કોરોનાનાં કેસમાં થોડો એવો ઉછાળો પાછલા દિવસની સરખામણીએ જોવામાં આવી રહ્યો છે. જો કે, મેડિકલ ટર્મીનોલોજીમાં આ મામલો સામાન્ય માનવામાં આવે છે. જો કે સંક્રમણનો આંકડો વધ્યો છે પરંતુ ગુજરાત માટે છેલ્લા ઘણા દિવસોથી કોરોના કંટ્રોલમાં હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, આજે મૃત્યું આંક 01 રહ્યો હતો.

આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 268 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 2,64,718 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 01 દર્દીઓનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંંખ્યા 1,767 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ છયેલા દર્દીઓની સંખ્યા 281 પર પહોંચી છે, જ્યારે ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,58,551 પર પહોંચી ગઇ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ