Not Set/ દિલ્હીમાં કોરોના કહેર યથાવત છેલ્લા 24 કલાકમાં 448 લોકોનાં મોત

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 448 લોકોનાં મોત

India
coooorona દિલ્હીમાં કોરોના કહેર યથાવત છેલ્લા 24 કલાકમાં 448 લોકોનાં મોત

ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી રહી છે. કોરોનાના લીધે મૃત્યુદર પણ વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણ જે પ્રમાણે  વધી રહ્યો છે તે જોતા આવનારા સમયમાં સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉન થઇ શકવાની શકયતા છે.કોર્ટે પણ લોકડાઉન અંગે સૂચન કર્યુ છે.  રાજાધાની દિલ્હીના હાલત કોરોનાના લીધે અતિ ગંભીર છે. કોરોના સંક્રમણના કેસોમાં આંશિક ઘટાડો છેલ્લા ત્રણ દિવસથી થઇ રહ્યો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમા્ 18043 નવા કેસ નોંધાયા છે અને 448 લોકોનાં કોરોનાથી મોત થયા છે.

દિલ્હીમાં 16 એપ્રિલ બાદ પ્રથમવાર કોરોના સંક્રમણના કેસો 20 હજારથી નીચે છે. પરતું ઓક્સિજન અને બેડની અછતના લીધે કોરોનાથી મરનારાઓની સંખ્યામાં ઘટોડો થઇ શકાયો નથી. છેલ્લા 24 કલાકમાં 448 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 18043 નવા કોરોના સંક્રમિતના કેસો મળ્યા છે.જયારે કોરોનાને માત આપી અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 20093 છે. જયારે સારવાર દરમિયાન 448 લોકોના મોત થયાં છે. કુલ સંક્રમણના કેસો 1212989 હતા અને  1105983 દર્દીઓ સાજા થઇ ગયા છે. અને 17414 લોકોના કોરોનાથી મોત થયાં છએ.