Not Set/ રાજ્યની અનેક હોસ્પિટલો ફાયર સેફ્ટિના નિયમોનું પાલન કરતી નથી નથી

ફાટર સેફ્ટિનું ઉલ્લંઘન જોવા મળે છે.

Gujarat
fire safty રાજ્યની અનેક હોસ્પિટલો ફાયર સેફ્ટિના નિયમોનું પાલન કરતી નથી નથી

તાજેતરમાાં ભરૂચની વેલફેર હોસ્પિટલમાં 16 દર્દીઓ અને બે નર્સ સહિત 18 લોકોના મોત થયાં હતા.ગુજરાતની હોસ્પિટલોમાં આગના બનાવો વધી રહ્યા છે.  દેશના વિવિધ રાજ્યોમાં હોસ્પિટલના દર્દીઓ આગની ઘટનાઓમાં સપડાય છે પરંતુ ફાયર સેફ્ટિના નોર્મ્સનું પાલન કોઇ જગ્યાએ થતું નથી. અદાલતના આદેશ પછી ગુજરાત સરકારે ફાયર સેફ્ટિના નિયમો કડક બનાવી તપાસ શરૂ કરી હતી તેમ છતાં કડક પગલાંના અભાવે હોસ્પિટલોમાં લાલીયાવાડી ચાલે છે. રાજ્યની મોટાભાગની હોસ્પિટલો આગ સામે રક્ષણ મેળવતાં અગ્નિશમન સાધનો વસાવી શકતી નથી.અનેક હોસ્પિટલો ફાયર સેફ્ટિના નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળે છે.

ફાયર બ્રિગેડના એક ઓફિસરે નામ ના આપવાની શરતે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે અને લોકો હોસ્પિટલના બેડ માટે વલખાં મારે છે ત્યારે સરકારી કે પ્રાઇવેટ મળીને બઘી હોસ્પિટલો હાઉસફુલ જોવા મળે છે. આવા સંજોગોમાં જો ફાયર સેફ્ટિના ભંગ બદલ કોઇ હોસ્પિટલને સીલ મારી દેવામાં આવે તો દર્દીઓ રઝળી પડે તેમ છે તેથી ફાયર સેફ્ટિના નોર્મ્સનું કડકાઇથી પાલન થતું નથી.  હોસ્પિટલમાં આગની ઘટના બને ત્યારે સૌથી વધુ જાનહાનિ થાય છે. કોરોના સંક્રમણના સમયમાં ગુજરાતની ઘણી હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બની છે. આગ લાગવાના કારણો સહિતની માહિતી એકત્ર કરવા માટે તપાસ સમિતિ બનાવવામાં આવે છે પરંતુ તે રિપોર્ટને ધ્યાને લેવામાં આવતો નથી.હોસ્પિટલોએ આગના બનાવો રોકવા માટે નિયમઓનું પાલન કરવા પજશે.