કોરોના/ છોટાઉદેપુરમાં છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણના પાંચ કેસ મળી આવ્યા

હાલ રાજ્યની સ્થિતિ કોરોનાના લીધે સામાન્ય બની છે ત્યારે છોટા ઉદયપુરમાં પાંચ કેસ મળી આવતાં  આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. 

Gujarat
છોટાઉદેપુરમાં

છોટાઉદેપુર જીલ્લામા છેલ્લા 50 દિવસ ના લાંબા ગાળા  બાદ કોરોના ના દર્દીઓ નોંધાતા ચિંતાનો વિષય બન્યો છે ગઇ કાલે નોધાયેલા કોરોના ના બે દર્દી છોટાઉદેપુર ના હરદાસપુરાના તો જિલ્લા મા આજે પણ ત્રણ કોરોનાના દર્દી નોધાયા છે આજે નોધાયેલા ત્રણ કોરોના ના ત્રણ દર્દી મા પાવીજેતપુર તાલુકાના 2 સંખેડા નો 1 દર્દી કોરોના ના સંક્રમણ મા સપડાયા છે

નવરાત્રી,ગણપતી મહોત્સવ, દિવાળી સહિત ના તહેવારો આવી રહ્યા છે લોકો માંડ માંડ કોરોના ની દહેશત માથી બહાર આવી રહ્યા છે તેવામા ફરી એક વખત કોરોના દર્દીઓની સંખ્યા મા અચાનક વધારો થતા વહીવટી તંત્ર પણ ચિંતા મા મુકાયુ છે
હાલ ની પરિસ્થિતિ ને લઇ હવે કોરોના નુ સંક્રમણ ના વધે તે માટે ના કડક પગલા તાત્કાલિક ના ધોરણે લેવા જરુરી બન્યા છે અને જે દર્દી કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓ કોના કોના સંપર્ક મા આવ્યા છે તેમના કોરોના ના રિપોર્ટ કઢાવી જે પણ કોરોના પોઝિટિવ દર્દી મળી આવે તેઓને લોકોના સંપર્ક થી દુર રાખી સંક્રમણ વધતુ અટકાવવા માટે ના પ્રયાસ હાથ ધરવા જરૂરી બન્યા છે.
કોરોના ના નવા દર્દી ઓ નોંધાતા શું છોટાઉદેપુર જીલ્લા મા કોરોના ની ત્રીજી લહેર નો પ્રવેશ થયો છે તે એક ચર્ચા નો વિષય બન્યો છે,હાલ રાજ્યની સ્થિતિ કોરોનાના લીધે સામાન્ય બની છે ત્યારે પાંચ કેસ મળી આવતાં  આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.