Not Set/ કોરોનાના સંક્રમણ વચ્ચે ભાજપના કાર્યકર ભૂલ્યા નિયમો, ભીડ એકઠી કરી સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા

કોરોનાના કાળમાં નિયમોની એસી કી તૈસી કરતો વધુ એક એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ભાજપના જ નેતાઓ કોરોનાની ગાઇડલાઇનનું સરે આમ ઉલ્લંઘન કરતા નજરે પડી ગયા છે.

Gujarat Surat
A 262 કોરોનાના સંક્રમણ વચ્ચે ભાજપના કાર્યકર ભૂલ્યા નિયમો, ભીડ એકઠી કરી સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા

માર્ચ મહિનામાં ગુજરાતમાં કોરોના વાયરસ ફરીથી કંટ્રોલ બહાર નીકળી ગયો છે અને એમાં પણ અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકાર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈન્સ પાડવા માટે સૂચનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ ત્યારબાદ આ સરકારી નિયમોના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવી છે.

કોરોનાના કાળમાં નિયમોની એસી કી તૈસી કરતો વધુ એક એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ભાજપના જ નેતાઓ કોરોનાની ગાઇડલાઇનનું સરે આમ ઉલ્લંઘન કરતા નજરે પડી ગયા છે.

આ પણ વાંચો :ટીબીનાં ભારતમાં 26 લાખ દર્દીઓ

આ વીડિયો ડાયમંડ સીટી કહેવાતા સુરતના માંગરોળનો કહેવામાં આવી રહ્યું છે, જ્યાં ભાજપના કાર્યકર ઈંદ્રિશ મલેકે પોતાની દીકરીના લગ્નના પ્રસંગમાં ભીડ ભેગી કરી હતી. માંગરોળના વેરાકુઈ ગામે આયોજિત આ લગ્ન સમારોહમાં ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

આ પણ વાંચો : અમદાવાદના IIMમાં કોરોના વિસ્ફોટ, નોંધાયા 22 પોઝિટીવ કેસ

આ વિડીયો સામે આવ્યા બાદ હવે સવાલો ઉભા થયા છે કે, કોરોનાના નિયમોની ઐસી કી તૈસી કરનારા ભાજપના કાર્યકરો સામે પોલીસ દ્વારા પગલા લેવાશે કે નહીં કે પછી પહેલાની જેમ પોલીસ તંત્ર માત્ર ઊંઘતું ઝડપાશે.

આ પણ વાંચો : લીંબડીમાં ભાભીની મદદથી નણંદ પર નરાધમોએ ગુજાર્યો બળાત્કાર

આપને જણાવી દઈએ કે, આ પહેલા તાપીના નિઝરમાં યોજાયેલ એક લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી અને ત્યાં હજારોની સંખ્યામાં લોકો ડાન્સ કરી રહ્યાં હતા. આ વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ એકશનમાં આવી ગઈ છે અને આ મામલે પોલીસે બેન્ડ માલિક અને આયોજક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

https://youtu.be/8rRjT8–9YQ