Not Set/ બસમાં સવાર 31 નશાખોરોએ 31 કી.મી સુધી મચાવ્યો આતંક

દીવથી ભાવનગર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાં નશાની હાલતમાં સવાર ૩૧ લોકોએ અમરેલી જિલ્લાના લગભગ ૩૧ કિલોમીટર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. નશાખોરોની આવી હરકતોને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. આ બસને પકડવા માટે પોલીસે જાફરાબાદના નાગેશ્રીથી પ્રયાસો શરુ કર્યા હતા.   પોલીસના આ પ્રયાસનો અંત રાજુલા તાલુકાના વીસળીયા ગામ પાસે આવ્યો હતો. […]

Gujarat
Crime Arrested બસમાં સવાર 31 નશાખોરોએ 31 કી.મી સુધી મચાવ્યો આતંક

દીવથી ભાવનગર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાં નશાની હાલતમાં સવાર ૩૧ લોકોએ અમરેલી જિલ્લાના લગભગ ૩૧ કિલોમીટર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. નશાખોરોની આવી હરકતોને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. આ બસને પકડવા માટે પોલીસે જાફરાબાદના નાગેશ્રીથી પ્રયાસો શરુ કર્યા હતા.

 

પોલીસના આ પ્રયાસનો અંત રાજુલા તાલુકાના વીસળીયા ગામ પાસે આવ્યો હતો. અહીં આવીને આખરે નશાખોરો પોલીસના સકંજામાં આવ્યા હતા. બસમાં નશો કરીને સવારી કરી રહેલા લોકોએ રસ્તામાં પથ્થરો અને બોટલોના ઘા કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો. પોલીસે તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, આ ૩૧ નશાખોર મુસાફરોએ અમરેલીના નાગેશ્રી પાસેના ટોલનાકાથી આતંક મચાવવાની શરુઆત કરી હતી. ટોલનાકા કર્મચારીઓ સાથે બબાલ કરતાં નાગેશ્રી પોલીસ તેમને પકડવા પાછળ પડી હતી.