Not Set/ બીજી ટી 20માં ભારતે શ્રીલંકાને જીતવા માટે 133 રનનો ટાર્ગેટ આપ્યો

કોરોના વાયરસને કારણે ભારતના ઘણા ખેલાડીઓને ટીમની બહાર રહેવું પડ્યું છે.ભારતે આ પહેલા ટવેન્ટી 20 પ્રથમ મેચ 38 રને જીતી હતી

Top Stories
shrilanka 1 બીજી ટી 20માં ભારતે શ્રીલંકાને જીતવા માટે 133 રનનો ટાર્ગેટ આપ્યો

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મેચની ટી 20 સીરીઝની બીજી મેચ રમાઇ રહી છે. આ મેચ મંગળવારે રમવાની હતી પરંતુ કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત જોવા મળ્યા બાદ  આજે  બુધવારે ટી 20 મેચ  રમાય છે  આ શ્રેણીમાં ભારત પહેલાથી જ 1-0થી આગળ છે. આ મેચમાં ભારતે 132 રન કર્યા છે, શ્રીલંકાને જીતવા માટે 133 રનની જરૂર છે, શ્રીલંકા આ મેચ જીતી શકે તેવી સંભાવના છે પરતું ભારતીય બોલરો ચમત્કાર કરે અને અસરકારક બોલિંગ કરે તો મેચની બાજી પલ

બીજી ટી -20 માં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 5 વિકેટ પર 132 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટલન શિખર ધવને સૌથી વધુ રન બનાવ્યા. ધવને 40 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત દેવદત્ત પૌડિકલે 29 અને રુતુરાજ ગાયકવાડે 21 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી અકિલા ધનંજયે 2 વિકેટ લીધી હતી.

શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકાએ  ટી 20 માં .ટોસ જીતીને તેણે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી આ મેચમાં 4 નવા ખેલાડીઓએ પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે  કે કોરોના વાયરસને કારણે ભારતના ઘણા ખેલાડીઓને ટીમની બહાર રહેવું પડ્યું છે.ભારતે આ પહેલા ટવેન્ટી 20 પ્રથમ મેચ 38 રને જીતી હતી, જેના લીધે ભારત સીરીઝમાં એક મેચ થી આગળ છે ,ભારતે શ્રીલંકાને વન ડે સીરીઝ પણ હરાવી હતી.