Crime/ ચૂંટણી પહેલા અમદાવાદના ક્યાં પોશ વિસ્તારમાં ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો

અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં દારૂની હેરાફેરીનો રેકેટ પીસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. આનંદ નગર વિસ્તારમાં ધનંજય ટાવર પાસે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની માહિતીના આધારે પીસીબી ધ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાં બંગલા નંબર 16 ની સામે જાહેર રોડ પર હુન્ડાઈ કાર વિદેશી દારૂ ભરીને ઊભેલી હોય જેનો નંબર GJ 23 BD 0142 હોવાનું […]

Ahmedabad Gujarat
6db57842 c264 4695 81b8 76a6c0b1108f ચૂંટણી પહેલા અમદાવાદના ક્યાં પોશ વિસ્તારમાં ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો

અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં દારૂની હેરાફેરીનો રેકેટ પીસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. આનંદ નગર વિસ્તારમાં ધનંજય ટાવર પાસે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની માહિતીના આધારે પીસીબી ધ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાં બંગલા નંબર 16 ની સામે જાહેર રોડ પર હુન્ડાઈ કાર વિદેશી દારૂ ભરીને ઊભેલી હોય જેનો નંબર GJ 23 BD 0142 હોવાનું બહાર આવ્યું હતું. માહિતીના આધારે પીસીબીએ કારને કોર્ડન કરી તપાસ કાર્યવાહી હાથ ધરી. અને બહાર આવ્યું વિદેશી દારૂની હેરાફેરી નું મોટું કૌભાંડ.

પીસીબીને ટીમે લક્ષ્મણસિંહ કુમાવત નામના આરોપીની સ્થળ પરથી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી લીધી છે. અને તપાસ કરતા કારમાંથી 1056 નંગ વિદેશી દારૂની સીલબંધ બોટલો મળી આવી હતી. પોલીસે તપાસ દરમિયાન કુલ 3,31,001 મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપી અમદાવાદના હેબતપુર વિસ્તારમાં રહેતો હોવાનું અને મૂળ રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું છે.

આરોપી લક્ષ્મણસિંહ સાથે દારૂની હેરાફેરી ના ષડયંત્ર માં ઈશ્વર સિસોદિયા, મહેન્દ્ર ટીકુ, વદનસિંહ અને સુરેશ દલાલ દારૂની હેરાફેરી નરેન્દ્ર સંડોવાયેલા હોવાની હકીકત બહાર આવી છે. પીસીબીની ટીમે બહાર આવેલા તમામ નામોના આરોપીને વોન્ટેડ જાહેર કરી ધરપકડની કવાયત તેજ કરી છે. આ ઉપરાંત વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપીઓ છેલ્લા કેટલા સમયથી આ ષડયંત્રમાં સંડોવાયેલા છે. અને કઈ કઈ જગ્યાએ વિદેશી દારૂનો મુદ્દામાલ મોકલે છે તે જાણવા પણ તપાસનો તખ્તો તેજ કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ