Not Set/ સુરેન્દ્રનગરનાં જૈનાબાદ ગામે અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના વાડામાં આગચંપી કરાઇ, 2 ગાયોનાં મોત

પાટડી તાલુકાના જૈનાબાદ ગામે કેટલાક અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના માલઢોર પર હુમલો અને એમના વાડા સળગાવી દેવાની ઘટના બાદ બે દિવસ અગાઉ માલધારી સમાજના આગેવાનો દ્વારા સામુહિક હિજરતની ચિમકી સાથે રજૂઆત કરવામાં આવી હતી.

Gujarat Others
1 313 સુરેન્દ્રનગરનાં જૈનાબાદ ગામે અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના વાડામાં આગચંપી કરાઇ, 2 ગાયોનાં મોત

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

પાટડી તાલુકાના જૈનાબાદ ગામે કેટલાક અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના માલઢોર પર હુમલો અને એમના વાડા સળગાવી દેવાની ઘટના બાદ બે દિવસ અગાઉ માલધારી સમાજના આગેવાનો દ્વારા સામુહિક હિજરતની ચિમકી સાથે રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ પોલીસ દ્વારા શાંતિ સમિતીની બેઠકો કરવા છતાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જેમાં મંગળવારે રાત્રે જૈનાબાદમાં અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના વાડામાં આગચંપી કરાઇ હતી. જેમાં બે ગાયોના મોત નિપજવાની ઘટનાથી માલધારી સમાજ લાલઘૂમ બન્યોં છે.

1 315 સુરેન્દ્રનગરનાં જૈનાબાદ ગામે અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના વાડામાં આગચંપી કરાઇ, 2 ગાયોનાં મોત

આપદામાં અવસર: મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેનાં ઇન્જેક્શનની કાળા બજારી કરતા બે શખ્સો ઝડપાયા

પાટડી તાલુકાના જૈનાબાદ ગામે કેટલાક માથાભારે અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના લોકોને માલઢોર પર હુમલો અને રાત્રીના અંધારામાં એમના વાડાઓ સળગાવી એમને શારીરિક અને માનસિક ત્રાસ આપી નુકશાન પહોંચાડાવાના બનાવોને લીધે રોસે ભરાયેલા માલધારી સમાજના લોકોએ પાટડી પ્રાંત કલેક્ટર રૂતુરાજસિંહ જાદવને લેખીત રજૂઆત કરી હતી. જેમાં આવા માથાભારે શખ્સો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી અને આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જૈનાબાદના માલધારી સમાજના લોકોને નાછુટકે સામુહિક હિજરત કરવાની નોબત આવશે એવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. દસાડા પીએસઆઇ જી.એન.શ્યારા સહિતના પોલિસ સ્ટાફ દ્વારા જૈનાબાદમાં શાંતિ સમિતીની બેઠક યોજી ગ્રામજનોને શાંતિ માટે અપીલ કરી કેટલાક અસામાજિક તત્વોની અટક કરી મોડી સાંજે એમને જામીન પર છોડવામાં આવ્યા હતા. છતાં અસામાજિક તત્વો દ્વારા મંગળવારે રાત્રે એક વાગ્યાના અરસામાં ખાખી વર્દીને ખુલ્લો પડકાર ફેંકતા હોય એમ પોલિસ અને સરકારી તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી જૈનાબાદમાં અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના વાડામાં આગચંપી કરાઇ હતી. જેમાં બે ગાયોના મોત નિપજવાની ઘટનાથી માલધારી સમાજ લાલઘૂમ બન્યોં છે.

1 314 સુરેન્દ્રનગરનાં જૈનાબાદ ગામે અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના વાડામાં આગચંપી કરાઇ, 2 ગાયોનાં મોત

કોર્પોરેશનની કામગીરી: જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામો ઉપર તવાઈ, ફતેહ વાડીમાં ૧૧ દુકાનો તોડી પડાઇ

થોડા દિવસ અગાઉ શંકરભાઇ રબારીનો વાડો સળગાવાતા નાની વાછરડીનું દાઝી જવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ અને આજે વાડો સળગાવવાની ઘટનામાં કડબ સળગી જવાની સાથે બે અબોલ ગાયોના દાઝી જવાથી મોત નિપજવાની ઘટનાના માલધારી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. ગુજરાતના ગ્રામ્ય પથંકમાં ઉત્તરપ્રદેશ અને બિહારની જેમ ગુંડારાજ ન સ્થપાય એ માટે પોલીસ દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો માલધારી સમાજ છેક ગાંધીનગર સુધી કૂચ કરી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પણ રજૂઆત કરવામાં આવશે. એવી ચિમકી પાટડી પથંકના માલધારી સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

1 316 સુરેન્દ્રનગરનાં જૈનાબાદ ગામે અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના વાડામાં આગચંપી કરાઇ, 2 ગાયોનાં મોત

નિષ્ક્રિય તંત્ર, લાચાર પ્રજા: શું આ તબીબ શૈક્ષણિક લાયકાત ધરાવે છે ? ખુલ્લા આકાશ નીચે ગંદકીના ઢગ વચ્ચે સારવાર કેટલી યોગ્ય ?

10 શકમંદો સામે પોલીસ ફરીયાદ

પાટડી તાલુકાના જૈનાબાદ ગામના રાજાભાઇ હમીરભાઇ રબારીએ દસાડા પોલીસ મથકમાં જૈનાબાદ ગામના કુરેશી સિકંદર બચુભાઇ, કુરેશી ગોલુ દાવલભાઇ, કુરેશી સિકંદર ઇસ્માઇલભાઇ, નાસીર એમદભાઇ પઠાણ, કુરેશી જહાંગીર હુસેનભાઇ સહિત અગાઉ પકડાયેલા યુનુશ એમદભાઇ કુરેશી, અકિબ નશરૂદિન સૈયદ, શકીલ સબીરભાઇ કુરેશી અને અલ્લારખા અકબરશા દિવાન મળી કુલ 10 શકંમદોના નામ સાથે રાત્રીના 12.30 વાગ્યાના સુમારે અંધારામાં માલધારી સમાજના ઢોર બાંધવાના તથા નિરણ ભરવાના કુલ આઠ વાડામાં આગ લગાવી પશુચારો અને આહાર મળી કુલ રૂ. 29 હજાર 200 અને ઢોર બાંધવાનું ઢાળીયું રૂ. 25 હજાર તથા મરણ ગયેલી વાછરડી રૂ. 2500 મળી કુલ રૂ. 56 હજાર 700નું નુકશાન કર્યાની દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ દસાડા પીએસઆઇ જી.એન.શ્યારા ચલાવી રહ્યાં છે.

kalmukho str 6 સુરેન્દ્રનગરનાં જૈનાબાદ ગામે અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના વાડામાં આગચંપી કરાઇ, 2 ગાયોનાં મોત