Not Set/ રાજકીયપક્ષોની પણ નિયમપાલનમાં નિષ્ક્રિયતા, હવે કોરોના નિયંત્રણમાં લાવવા કવાયત

રાજકીયપક્ષોની પણ નિયમપાલનમાં નિષ્ક્રિયતા, હવે કોરોના નિયંત્રણમાં લાવવા કવાયત

Gujarat Others Trending
બગોદરા 10 રાજકીયપક્ષોની પણ નિયમપાલનમાં નિષ્ક્રિયતા, હવે કોરોના નિયંત્રણમાં લાવવા કવાયત
  • ગુજરાતમાં કોરોના નિયમ કોરાણે મૂકાયાં
  • કોરોના કેસનો વધતો જતો આંક ચિંતિત
  • કોવિડ-2019ના નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
  • માસ્ક – સામાજિક દૂરીના નિયમો નેવે મૂકાયાં
  • કેન્દ્રએ પણ વધતાં કેસ અંગે જતાવી ચિંતા
  • કેન્દ્રસરકારે પણ રાજ્યને આપી નિયમપાલનની સૂચના
  • કેન્દ્રીય ટીમ પણ આવી શકે છે ગુજરાત

@અરુણ શાહ, મંતવ્યન્યૂઝ ,અમદાવાદ

ગુજરાતમાં એક બાજુ ચૂંટણી માહોલ છે. તો બીજીબાજુ કોરોનાના વધતાં જતાં કેસે ચિંતા જગાવી છે. તો ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વધતાં જતાં કોરોના કેસ અંગે કેન્દ્રસરકારે પણ રાજ્યસરકારને કડક સૂચના આપીને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના આપી છે.

ગુજરાતમાં હાલ કોર્પોરેશનની ચૂંટણી સંપન્ન થઇ છે. તો 28 ફેબ્રુઆરીએ પંચાયત-પાલિકાની ચૂંટણી યોજાવાની છે. હાલ ચૂંટણી પ્રચારમાં રાજકીયપક્ષ વ્યસ્ત બન્યા છે. તો બીજીબાજુ જે રીતે છેલ્લા કેટલાંક દિવસથી કોરોનાના કેસની સંખ્યા વધતી ગઇ છે તે આંકે ગુજરાત સરકાર અને આરોગ્યવિભાગમાં ચિંતા જગાવી છે. રાજકીયપક્ષો હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પરંતુ કોરોનાના નિયમનું પાલન ખુદ પ્રજાના પ્રતિનિધિ સાથે – સાથે મહદઅંશે પ્રજા દ્વારા પણ કરવામાં આવતું નથી.પરિણામે કોરોના કેસ ઉત્તરોત્તર વધતાં રહ્યાં છે. છેલ્લા ચાર દિવસની જ વાત કરીએ તો ગુજરાતમાં 100 કેસનો ધરખમ વધારો થયો છે.

કેસમાં ઉત્તરોત્તર વધારો

21 ફેબ્રુઆરી – 283

22 ફેબ્રુઆરી – 315

23 ફેબ્રુઆરી   –  348

24 ફેબ્રુઆરી   –  380

ઉત્તરાયણ પર્વ સુધી કોરોના મુક્તની દિશામાં ગુજરાત આગળ વધ્યું હતું. પરંતુ ત્યારબાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં રાજકીયપક્ષ દ્વારા આયોજીત રેલી અને જાહેરસભામાં મહદઅઁશે કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવામાં રાજકીયપક્ષ – રાજકીયનેતાઓ અને પ્રજા પણ નિષ્ફળ રહ્યાં. હવે નિયમનું થયેલું ઉલ્લંઘનનું પરિણામ જોઇ શકાય છે. અને તેથી જ ઉત્તરોત્તર કેસની સંખ્યા વધતી ગઇ છે.

Corona havoc in hotspot areas of Ahmedabad 432 persons corona positive in  the state

જો કે રાજ્યસરકાર અને કેન્દ્રસરકાર સતર્ક બની છે. હવે કોરોનાને વધતો અટકાવવા રાજ્યસરકારને કોવિડ માર્ગદર્સિકાનું ચુસ્ત પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હાલ પંચાયત-પાલિકાનો ચૂંટણી પ્રચર જોર-શોરથી ચાલી રહ્યો છે. તેમાં નિયમનું પાલન ખાસ કરીને સામાજિક દૂરી અને માસ્ક ફરજીયાત રહેશે તો કોરોના કોરાણે મૂકી શકાશે. બાકી આગામી સમયમાં કોરોના ફરી માથું ઉચકે તો ફરી લોકડાઉનની સ્થિતિ સર્જાય તો નવાઇ નહી. પરંતુ આ સમય પહેલાં હજી રાજકીયપક્ષ – રાજકીયપક્ષના નેતા અને પ્રજા પણ નિયમપાલન કરશે તો કોરોનાને કોરાણે મૂકી શકાશે. હવે ચેતી જજો, વધતાં જતાં કોરોના કેસ લાલબત્તી સમાન છે.

Maharastra / મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણમાં પ્રશાસક અને ગુજરાતના માજી ગૃહમંત્રી પ્રફુલ પટેલ સામે શંકાની સોય..!

પાટણ / કોંગ્રેસ MLA કિરીટ પટેલની જાહેરમાં પ્રશાશન અને ભાજપને ખુલ્લી ચીમકી, કહ્યું….