Incomx Tax raid/ વડોદરામાં વોર્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગ ત્રાટક્યુ, કરોડોની કરચોરીની શંકા

વડોદરામાં આવકવેરા વિભાગે મળેલી બાતમીના આધારે મોટાપાયા પર દરોડા પાડ્યા છે. આ દરોડા વોર્ડ વિઝાર્ડ કંપની પર પાડવામાં આવ્યા છે. વોર્ડ વિઝાર્ડ કંપનીના સીએમડી યુતીન ગુપ્તેના નિવાસ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 02 07T170439.200 વડોદરામાં વોર્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગ ત્રાટક્યુ, કરોડોની કરચોરીની શંકા

વડોદરાઃ વડોદરામાં આવકવેરા વિભાગે (Income Tax) મળેલી બાતમીના આધારે મોટાપાયા પર દરોડા પાડ્યા છે. આ દરોડા વોર્ડ વિઝાર્ડ (Word Wizard) કંપની પર પાડવામાં આવ્યા છે. વોર્ડ વિઝાર્ડ કંપનીના સીએમડી યુતીન ગુપ્તેના નિવાસ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

કંપનીના ઓફિસ સંકુલ ઉપરાંત કંપનીની હોસ્પિટલો, પ્લાન્ટ પર પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. કંપનીની આજવા સયાજીપુરામાં આવેલી કંપની પર સર્ચ કરવામાં આવ્યા છે તેની સાથે વડસર અને હરિનગરમાં આવેલી હોસ્પિટલો ખાતે પણ સર્ચ કરવામાં આવ્યું છે.

આશ્ચર્યની વાત તો એ છે કે યતીન ગુપ્તે અનેક રાજકારણીઓ સાથે પણ ઘરોબો ધરાવે છે. આમ છતાં પણ તેમને ત્યાં દરોડા પડ્યા છે. આ ઉપરાંત ગુપ્તેના બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે પણ સંબ્ધ છે. આવકવેરા વિભાગને ખાતરી છે કે તેમનો ફેરો ફોકટ નહી જાય.તેમને બેહિસાબી રોકડ અને ટેક્સ ચોરીની પૂરેપૂરી વિગત મળશે તેની જાણકારી છે. તેઓનું માનવું છે કે કંપનીએ સારી એવી કરચોરી કરી છે. આ ઉપરાંત તેની પાસે બેહિસાબી રોકડ પણ છે. તેથી જ તેના કમ્પ્યુટર અને લેપટોપ પણ જપ્ત કરાયા છે અને કંપનીના તથા તેના ડિરેક્ટરોના વ્યક્તિગત લોકરોની પણ તપાસ આદરવામાં આવી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ