Not Set/ IND v/s SA LIVE : લંચ સુધી દક્ષિણ આફ્રિકા ૮૧/૩, અમલા-ડીવિલિયર્સ ક્રિઝ પર

જોહાનિસબર્ગ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ શ્રેણીની અંતિમ અને ત્રીજી ટેસ્ટ જોહાનિસબર્ગના વન્ડરર્સ સ્ટેડિયમમાં ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર ૧૮૭ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. જયારે દક્ષિણ આફ્રિકાએ લંચ સુધી ૩ વિકેટના નુકશાને ૮૧ રન બનાવી લીધા છે. આ સમયે હાશિમ અમલા ૩૨  અને […]

Sports
qck a26d2 1516871171 IND v/s SA LIVE : લંચ સુધી દક્ષિણ આફ્રિકા ૮૧/૩, અમલા-ડીવિલિયર્સ ક્રિઝ પર

જોહાનિસબર્ગ.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ શ્રેણીની અંતિમ અને ત્રીજી ટેસ્ટ જોહાનિસબર્ગના વન્ડરર્સ સ્ટેડિયમમાં ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર ૧૮૭ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. જયારે દક્ષિણ આફ્રિકાએ લંચ સુધી ૩ વિકેટના નુકશાને ૮૧ રન બનાવી લીધા છે. આ સમયે હાશિમ અમલા ૩૨  અને એ બી ડીવિલિયર્સ ૦ રને રમતમાં હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ૨ જયારે ઇશાંત શર્માએ ૧ વિકેટ ઝડપી હતી.

આ પહેલા ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૧૮૭ રનનો સ્કોર ખડકયો હતો. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલી ૫૪ અને ચેતેશ્વર પુજારા ૫૨ રને રમતમાં હતા. જયારે ભારતના અન્ય ૮ બેટ્સમેન ડબલ્સનો આકંડો પણ પાર કરી શક્યા હતા. દક્ષિણ આફ્રિકન ઝડપી બોલર કગીસો રબાળાએ ૩ જયારે મોર્કલ અને ફિલેન્દરે ૨-૨ વિકેટ ઝડપી હતી.

આફ્રિકામાં આ પહેલા ભારતનો કલીન સ્વિપથી હાર્યું નથી.

વર્ષ ૧૯૯૨થી અત્યાર સુધી રમાયેલી તમામ સીરીઝમાં ભારતીય ટીમ કલીન સ્વિપથી હાર્યું નથી. ભારતે ૬ વાર દક્ષિણ આફિકાનો પ્રવાસ કરી ચુક્યા છે. વર્ષ ૧૯૯૬-૯૭માં સચિન તેંડુલકરની કેપ્ટનસી હેઠળ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી ૨-૦ થી હારી હતી. જયારે ૨૦૦૬ પછી છેલ્લા ત્રણ પ્રવાસ દરમિયાન એક ટેસ્ટ જીતવામાં અને એક ડ્રો કરવવામાં સફળ રહ્યું છે.

જોહાનિસબર્ગના વન્ડરર્સ સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.

જોહાનિસબર્ગના વન્ડરર્સ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતે આ મેદાન પર ચાર ટેસ્ટ ( નવેમ્બર ૧૯૯૭, જાન્યુઆરી ૧૯૯૭, ડિસેમ્બર ૨૦૦૬ અને ડિસેમ્બર ૨૦૧૩) રમ્યું છે અને એક પણ ટેસ્ટ મેચ ગુમાવી નથી. ભારતે આ મેદાન પર રાહુલ દ્રવિડની કેપ્ટનસી હેઠળ ૨૦૦૬માં ટેસ્ટ મેચ જીત્યું હતું, જેમાં ઝડપી બોલર એસ. શ્રીસંતે તરખાટ મચાવતા આઠ વિકેટ ઝડપી હતી.