Not Set/ IND v/s SA LIVE : દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પસંદ કરી બોલિંગ

કેપ ટાઉન, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની ત્રીજી વન-ડે મેચ કેપ ટાઉનના ન્યુ વન્ડર્સ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી છે. જયારે સિરીઝમાં પહેલેથી જ ૨-૦ની લીડ ધરાવતી ભારતીય ટીમ બેટિંગ કરવા મેદાને ઉતરશે. ત્રીજી વન-ડે મેચમાં ભારત આ મેચ જીતી સિરીઝમાં ૩-૦ની […]

Sports
IND v/s SA LIVE : દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પસંદ કરી બોલિંગ

કેપ ટાઉન,

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની ત્રીજી વન-ડે મેચ કેપ ટાઉનના ન્યુ વન્ડર્સ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી છે. જયારે સિરીઝમાં પહેલેથી જ ૨-૦ની લીડ ધરાવતી ભારતીય ટીમ બેટિંગ કરવા મેદાને ઉતરશે. ત્રીજી વન-ડે મેચમાં ભારત આ મેચ જીતી સિરીઝમાં ૩-૦ની લીડ હાંસલ કરવાનો પ્રયાસ કરશે. જયારે પહેલેથી જ શ્રેણીમાં ૨ મેચ ગુમાવી ચુકેલી આફ્રિકન ટીમ આ મેચ જીતીને સિરીઝમાં ખાતું ખોલવાનો પ્રયાસ કરશે. 

ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જયારે દક્ષિણ આફ્રિકામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. આફ્રિકન ટીમમાં લુંન્ગીસની એન્ગીડી અને વિકેટકીપર બેટ્સમેન હેનરીચ ક્લેસન\નો સમાવેશ કરવામાં આવ્યો છે.