Not Set/ IND vs NZ 2nd ODI/ રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર બેટિંગ બાદ પણ ટીમ ઈન્ડિયાને મળી હાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન ડે મેચની શ્રેણીની બીજી મેચમાં ભારતને 22 રને હારનો સ્વાદ ચાંખવો પડ્યો છે. આપને જણાવી દઇએ કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન ડે મેચની શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ ઈન્ડિયાને 274નો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. […]

Top Stories Sports
1bce4e98 4a44 11ea a2c3 ce206a175aca IND vs NZ 2nd ODI/ રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર બેટિંગ બાદ પણ ટીમ ઈન્ડિયાને મળી હાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન ડે મેચની શ્રેણીની બીજી મેચમાં ભારતને 22 રને હારનો સ્વાદ ચાંખવો પડ્યો છે. આપને જણાવી દઇએ કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન ડે મેચની શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ ઈન્ડિયાને 274નો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતીય ટીમ શ્રેણીની પહેલી મેચ હારી ગઈ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીની બીજી મેચ જીતવી જરૂરી હતી, આજની મેચમાં હાર મળવાની સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી પણ ગુમાવી દીધી છે.

આ ટાર્ગેટ સુધી પહોંચવા માટે નવદીપ સૈની અને રવિન્દ્ર જાડેજા સખત મહેનત કરતા જોવા મળ્યા હતા. નવદીપ સૈની પોતાના 45 રનનાં સ્કોરે બોલ્ડ થઇ ગયો હતો.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સીરીઝની બીજી મેચ આજે ઓકલેન્ડનાં ઈડન પાર્કમાં રમાઇ હતી. જ્યા યજમાન ટીમે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી હતી. આ પહેલા હેમિલ્ટોનમાં રમાયેલી પહેલી મેચ જીતી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ સીરીઝની બીજી મેચ જીતવામાં પણ સફળ રહી છે. આ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ 2-0 થી આગળ હોવાની સાથે સીરીઝ પણ જીતી ચુકી છે.

આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારી ટીમ ઈન્ડિયાને જીત તરફ લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. આ પહેલા રવિન્દ્ર જાડેજા અને નવદીપ સૈનીની તાબડતોડ બેટિંગ જોવા મળી હતી. મેચમાં અંતિમ ક્ષણ સુધી રોમાંચ બની રહ્યો હતો.

ન્યૂઝીલેન્ડ તરફથી રોસ ટેલરે અણનમ 73, ઓપનર માર્ટિન ગુપ્ટિલ 79 અને હેનરી નિકોલ્સે 41 રનોનું યોગદાન આપ્યું હતું. ગુપ્ટિલે 79 બોલમાં આઠ ચોક્કા અને ત્રણ છક્કા ફટકાર્યા. જ્યારે ટેલરે 74 બોલમાં છ ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા. કિવિ ટીમે અંતિમ પાંચ ઓવરમાં 53 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે ત્રણ, શાર્દુલ ઠાકુરે બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.