kutch news/ ભુજ એસટી ડેપોમાં ડ્રાઇવરની અશ્લીલ હરકત, તપાસના આદેશ

ભુજ એસટી ડેપોમાં ડ્રાઇવરની અશ્લીલ હરકતનો વિડીયો વાઇરલ થતા ચકચાર મચી ગઈ છે. તેણે જાહેરમાં બિભત્સ ચેનચાળા કર્યા છે. ડ્રાઇવર બી.એન. જાડેજાએ અશ્લીલ હરકત કરી છે. તેના પગલે એસ.ટી. નિયામકે તપાસના આદેશ આપ્યા છે.

Gujarat Others
Beginners guide to 95 1 ભુજ એસટી ડેપોમાં ડ્રાઇવરની અશ્લીલ હરકત, તપાસના આદેશ

Bhuj News: ભુજ એસટી ડેપોમાં ડ્રાઇવરની અશ્લીલ હરકતનો વિડીયો વાઇરલ થતા ચકચાર મચી ગઈ છે. તેણે જાહેરમાં બિભત્સ ચેનચાળા કર્યા છે. ડ્રાઇવર બી.એન. જાડેજાએ અશ્લીલ હરકત કરી છે. તેના પગલે એસ.ટી. નિયામકે તપાસના આદેશ આપ્યા છે.

ભુજ એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર જાડેજા સ્ટાફમાં જ ફરજ બજાવતી યુવતીને ચુંબન કરતો હતો અને અશ્લીલ હરકતો કરતો હતો તેનો વિડીયો કોઈ પ્રવાસીએ ઉતારી લીધો હતો અને વાઇરલ કરી દીધો હતો. આ વિડીયો વાઇરલ થવાની સાથે જ કચ્છના એસ.ટી. વિભાગીય નિયામક વાય કે પટેલે ડ્રાઇવર સામે ખાતાકીય પગલાં   લેવા સહિત સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.

આ અંગે ભુજના એસ.ટી.ડેપો મેનેજરે જણાવ્યું હતું કે ડ્રાઇવર જાડેજા જુદાં-જુદાં રૂટો પર બસ ચલાવે છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વિડીયોને લઈને ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસટી ડ્રાઇવર નવા બનેલા બસ પોર્ટમાં આ રીતે જાહેરમાં ચેનચાળા કરે તે અત્યંત શરમજનક બાબત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ LG હોસ્પિટલમાં મહિલા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

આ પણ વાંચો: મહેસાણાના વિસનગરમાં વેપારીએ બેન્કને ચૂનો લગાવ્યો

આ પણ વાંચો: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRF ટીમ એલર્ટ