Election/ અપક્ષ ઉમેદવારની નારાજગી, મતદાન મથકની બહાર નામાવલીમાંથી તેમનું નામ ગાયબ

મહાનગરપાલિકાની ચૂંટણીનાં મતદાન દરમ્યાન અમદાવાદનાં શાહીબાગ વોર્ડ નંબર 16 ખાતે અપક્ષ ના ઉમેદવાર નો વિરોધ સામે આવ્યો હતો.

Ahmedabad Gujarat
અલ્પેશ 26 અપક્ષ ઉમેદવારની નારાજગી, મતદાન મથકની બહાર નામાવલીમાંથી તેમનું નામ ગાયબ

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

મહાનગરપાલિકાની ચૂંટણીનાં મતદાન દરમ્યાન અમદાવાદનાં શાહીબાગ વોર્ડ નંબર 16 ખાતે અપક્ષ ના ઉમેદવાર નો વિરોધ સામે આવ્યો હતો. ઉમેદવારની ફરિયાદ મુજબ મતદાન મથકની બહાર લગાવવામાં આવેલી ઉમેદવારોની નામાવલી ની અંદર 15 અને 16 નંબરના ઉમેદવારનું નામ જ દર્શાવવામાં આવ્યું ન હતું.

અલ્પેશ 27 અપક્ષ ઉમેદવારની નારાજગી, મતદાન મથકની બહાર નામાવલીમાંથી તેમનું નામ ગાયબ

જેથી આ બાબતથી નારાજ થઈને અપક્ષ ના ઉમેદવાર ભરતભાઈ કાપડિયા કલેકટર ઓફિસ માં મૌખિક ફરિયાદ નોંધાવી હતી. જેમાં તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, ઉમેદવારની નામાવલીની યાદીનું જે પત્રક બનાવવામાં આવ્યું હતું, તેના મુખ પૃષ્ટ સિવાય પાછળની તરફ પ્રિન્ટ કરી હોવાથી બે ઉમેદવારોનાં નામ તેમાં દબાઈ ગયા હતા. જેથી શાહીબાગનાં વોર્ડ નંબર 16 નાં તમામ મતદાન સ્થળે 14 ઉમેદવારો જ ચૂંટણી લડતા હોય તેવું પ્રતીત થતું હતુ. આ અંગેની જાણ એક મતદાતા દ્વારા ઉમેદવારને કરતા તેમણે કલેક્ટર ઓફિસમાં ફરિયાદ કરી નારાજગી વ્યક્ત કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ