Not Set/ સરકાર આગામી માર્ચ મહિના સુધીમાં એર ઇન્ડિયા અને BPCL વેચી કાઢશે

ભારત સરકારે તેની એર લાઇન એર ઇન્ડિયા અને ઓઇલ રીફાઇનર કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ( BPCL) વેચવાના ચક્રો ગતિમાન કર્યા છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ, 2020 સુધીમાં ઍર ઇન્ડિયા અને BPCLની વેચાણપ્રક્રિયા પૂરી કરી લેવાશે. આ વાતચીત દરમિયાન નાણામંત્રીએ આ બંને કંપનીઓના વ્યૂહાત્મક વેચાણ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, […]

Top Stories India
mahi 4 સરકાર આગામી માર્ચ મહિના સુધીમાં એર ઇન્ડિયા અને BPCL વેચી કાઢશે

ભારત સરકારે તેની એર લાઇન એર ઇન્ડિયા અને ઓઇલ રીફાઇનર કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ( BPCL) વેચવાના ચક્રો ગતિમાન કર્યા છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ, 2020 સુધીમાં ઍર ઇન્ડિયા અને BPCLની વેચાણપ્રક્રિયા પૂરી કરી લેવાશે.

આ વાતચીત દરમિયાન નાણામંત્રીએ આ બંને કંપનીઓના વ્યૂહાત્મક વેચાણ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, આ બંને કંપનીઓનું વેચાણ ચાલુ નાણાકીય વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવાની સરકારની યોજનામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે.

આ અંગે વધુ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “ઇન્ટરનેશનલ રોડ શો બાદ ઍર ઇન્ડિયામાં રોકાણ માટે રોકાણકારો રસ દાખવી રહ્યા છે.નોંધનીય છે કે, એક વર્ષ અગાઉ સતત ખોટ કરી રહેલી ઍરલાઇન એવી ઍર-ઇન્ડિયાની વેચાણપ્રક્રિયા રોકાણકારોના નબળા પ્રતિસાદને કારણે રદ્દ કરી દેવાઈ હતી.

એર ઇન્ડિયાનું દેવું 60 હજાર કરોડ 

એર ઇન્ડિયાએ ભારત સરકારની માલિકીની એરલાઇન્સ કંપની છે. ઊંચા ખર્ચની સામે કમાણી ઓછી રહેવાને લીધે એર ઇન્ડિયાનું કુલ દેવું રૂ. 60 હજાર કરોડે પહોંચી ગયું છે. નાણાંકીય વર્ષ 2018-19માં આ સરકારી એરલાઇન્સે રૂ.8400 કરોડની ખોટ કરી હતી. છેલ્લાં બે વર્ષથી કેન્દ્ર સરકાર એર ઇન્ડિયાને વેચવાના પ્રયાસો કરી રહી છે જો કે હજી સુધી સફળતા મળી નથી. હવે આગામી મહિને ફરી એર ઇન્ડિયાને વેચવાની કવાયત હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.