Not Set/ જવાબી કાર્યવાહી માટે સૈન્યના હાથ બંધાયેલા નહોતા: નિવૃત લેફ્ટનન્ટ જનરલ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાંઓ વિરૂદ્ધ 2016ની સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરનારા લેફટનન્ટ જનરલ (રિટાયર્ડ) ડીએસ હુડ્ડાએ કહ્યું કે, મોદી સરકારે સેનાને સીમા પાર હુમલો કરવાની અનુમતિ આપવામાં ઘણો મોટો સંકલ્પ દેખાડ્યો છે, પરંતુ સેનાના હાથ પહેલાં પણ બંધાયેલા ન હતા.પહેલાથી દુશ્મનો સામે કાર્યવાહી માટે સૈન્ય આઝાદ છે. સેનાને પહેલાં પણ છૂટ મળતી હતી ડીએસ હુડ્ડાએ […]

Top Stories India Trending
haha 5 જવાબી કાર્યવાહી માટે સૈન્યના હાથ બંધાયેલા નહોતા: નિવૃત લેફ્ટનન્ટ જનરલ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાંઓ વિરૂદ્ધ 2016ની સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરનારા લેફટનન્ટ જનરલ (રિટાયર્ડ) ડીએસ હુડ્ડાએ કહ્યું કે, મોદી સરકારે સેનાને સીમા પાર હુમલો કરવાની અનુમતિ આપવામાં ઘણો મોટો સંકલ્પ દેખાડ્યો છે, પરંતુ સેનાના હાથ પહેલાં પણ બંધાયેલા ન હતા.પહેલાથી દુશ્મનો સામે કાર્યવાહી માટે સૈન્ય આઝાદ છે.

સેનાને પહેલાં પણ છૂટ મળતી હતી

ડીએસ હુડ્ડાએ ગોવા ફેસ્ટ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, “હાલની સરકાર સરહદ પાર જઈને સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટમાં હવાઈ હુમલાની મંજૂરી આપવામાં નિશ્ચિત રૂપે મહાન રાજનીતિક સંકલ્પ દેખાડ્યો છે. પરંતુ આ પહેલાં પણ ભારતીય સેનાના હાથ બંધાયેલા ન હતા.કહ્યું કે સેનાને ખુલ્લી છૂટ આપવા અંગે ઘણી વાતો થઈ છે, પરંતુ 1947થી સેના સરહદ પર સ્વતંત્ર છે, જેઓએ ત્રણ-ચાર યુદ્ધ લડ્યા છે.

હુડ્ડાએ કહ્યું કે, “નિયંત્રણ રેખા એક ખતરનાક જગ્યા છે કેમ કે જેવું મેં કહ્યું કે તમારા પર ફાયરિંગ થઈ રહ્યું છે અને સૈનિકો તેનો તાત્કાલિક જવાબ આપી રહ્યાં છે. તેઓ મને પણ નહીં પૂછે, તો પછી અનુમતિ લેવાનો તો કોઈ સવાલ જ નથી. સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે અને આ માટે કોઈ વિકલ્પ જ નથી.

આ પહેલાં હુડ્ડાએ સર્જિકલ સ્ટ્રાઈકના વધુ પ્રચાર પર પણ કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેઓએ કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈક જરૂર હતી અને અમે લોકોએ કર્યું છે, મને નથી લાગતું કે તેનો વધુ પ્રચાર થવો જોઈએ. સર્જિકલ સ્ટ્રાઈકથી એમ ન સમજી શકાય કે આતંકવાદ ખતમ થઈ ગયો છે અને પાકિસ્તાન હવે સુધરી જશે, તો આ વાત ખોટી છે.