IND vs AUS 1st ODI Live/ ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું, શામીની શાનદાર બોલિંગ

મોહાલીના IS બિન્દ્રા સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે.

Top Stories Breaking News Sports
Mantavyanews 2 14 ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું, શામીની શાનદાર બોલિંગ

મોહાલીના IS બિન્દ્રા સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. કેએલ રાહુલ ભારતીય ટીમની કમાન સંભાળી છે. પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ કરશે. બંને ટીમો વચ્ચે રોમાંચક મેચની અપેક્ષા છે. ત્યારે ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 276 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા તેના જવાબમાં ભારતે પાંચ વિકેટ ગુમાવીને 281 રન કરીને પાંચ વિકેટથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

India vs Australia 1st ODI Live અપડેટ…

8:32 PM: ભારતની ચોથી વિકેટ પડી

ભારતની ચોથી વિકેટ પડી છે. ઈશાન કિશન પેવેલિયન પરત ફર્યો છે. ઈશાન કિશન 18 રન બનાવીને આઉટ થયો હતો. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર આવ્યો છે.

ભારતનો સ્કોર 33 ઓવર બાદ 4 વિકેટે 186 રન છે.

08:16 PM: 30 ઓવર બાદ ભારતનો સ્કોર 78/3

30 ઓવર પછી ભારતે ત્રણ વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા છે. હાલમાં કેએલ રાહુલ 12 રન અને ઈશાન કિશન 15 રન સાથે ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાએ 10 રનમાં જ ભારતની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતની પહેલી વિકેટ 142 અને ત્રીજી વિકેટ 151 રને પડી હતી. ઋતુરાજ ગાયકવાડ 71 રન, શુભમન ગિલ 74 અને શ્રેયસ અય્યર ત્રણ રન બનાવીને આઉટ થયા હતા. ભારતને હવે 120 બોલમાં 99 રનની જરૂર છે.

7:14 PM: શુભમન ગિલે અડધી સદી ફટકારી

શુભમન ગિલ તેના હોમ ગ્રાઉન્ડ પર તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ મેચ રમી રહ્યો છે.આવી સ્થિતિમાં ગિલે પોતાના ઘરઆંગણે શાનદાર અડધી સદી ફટકારી છે.રૂતુરાજ ગાયકવાડ સાથે મળીને તેણે પ્રથમ વિકેટ માટે 100 રન જોડ્યા છે. ગિલ 57 અને ગાયકવાડ 43ના વ્યક્તિગત સ્કોર પર રમી રહ્યો છે.

ભારતનો સ્કોર 15 ઓવર બાદ કોઈપણ નુકશાન વિના 100 રન છે.

6:30 PM: ગિલ અને ગાયકવાડેની સારી શરૂઆત

શુભમન ગિલ અને રૂતુરાજ ગાયકવાડે ભારતને સારી શરૂઆત અપાવી છે. બંનેએ 6 ઓવરમાં 42 રન બનાવ્યા છે. ગિલ 25 અને ગાયકવાડ 16 રને રમી રહ્યા છે.

ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 42 રન છે.

5:46 PM: ઓસ્ટ્રેલિયન ટીમ ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયા 276 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભારતને મેચ જીતવા માટે 277 રન બનાવવાની જરૂર છે. જો ભારત આ લક્ષ્યાંક હાંસલ કરી લેશે તો ભારત ICCના ત્રણેય ફોર્મેટમાં રેન્કિંગમાં નંબર વન પર પહોંચી જશે.

4:27 PM :વરસાદને કારણે મેચ બંધ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો અને રમત હાલ પુરતી અટકાવી દેવામાં આવી હતી. પિચને કવરથી ઢાંકી દેવામાં આવી છે. રમત બંધ થવાના સમયે ઓસ્ટ્રેલિયાએ 35.4 ઓવરમાં ચાર વિકેટે 166 રન બનાવી લીધા હતા. કેમેરોન ગ્રીન 21 રને અને જોશ ઈંગ્લિશ ત્રણ રને અણનમ છે.

3:41 PM:ઓસ્ટ્રેલિયાનો સ્કોર 150ને પાર

લાબુશેન અને ગ્રીને ઓસ્ટ્રેલિયાના સ્કોરને 150 પાર કરી દીધો હતો.લાબુશેન 35 રને અને ગ્રીન 12 રને રમી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાનો સ્કોર 30 ઓવર બાદ 3 વિકેટે 153 રન છે.

3:26 PM: શમીએ સ્મિથને બોલ્ડ કર્યો

સ્મિથ પેવેલિયન પરત ફર્યા બાદ,લાબુશેન અને ગ્રીન ઇનિંગ્સને આગળ લઈ રહ્યા છે. લેબુશેન 23 અને ગ્રીન 5ના વ્યક્તિગત સ્કોર પર રમી રહ્યો છે.ભારત વિકેટની શોધમાં છે.

ઓસ્ટ્રેલિયાનો સ્કોર 26 ઓવર બાદ 3 વિકેટે 132 રન છે.

3:07 PM: રવિન્દ્ર જાડેજાએ ભારતને અપાવી બીજી સફળતા

રવિન્દ્ર જાડેજાએ ઇનિંગની 19મી ઓવરમાં ડેવિડ વોર્નરને શિકાર બનાવ્યો હતો. જાડેજાએ વોર્નરને બીજા બોલ પર વાઈડ લોંગ ઓન પર શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વોર્નરે 53 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. વોર્નરની જગ્યાએ માર્નસ લાબુશેન ક્રિઝ પર આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાનો સ્કોર 19 ઓવર પછી 101/2 પર છે.

2:26 PM ઓસ્ટ્રેલિયાનો સ્કોર 50ને પાર

ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વચ્ચેની અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ ગઈ છે. બંને ક્રિઝ પર સ્થિર થઈ ગયા છે. ભારતીય ટીમના બોલરો બંને બેટ્સમેન પર દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે.

13 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 58/1 છે.

1:50 PM: બુમરાહે મેડન ઓવરથી શરૂઆત કરી

જસપ્રીત બુમરાહે શાનદાર શરૂઆત કરી હતી. ઈનિંગની બીજી ઓવર નાખવા આવેલા બુમરાહે સ્ટીવ સ્મિથને રન બનાવવાની કોઈ તક આપી ન હતી. આ ઓવર મેઇડન હતું.

2 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5/1.

1:39PM:મોહમ્મદ શમીએ માર્શનો શિકાર કર્યો

ભારત માટે મોહમ્મદ શમીએ પ્રથમ ઓવર ફેંકીને ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો આપ્યો હતો. શમીએ ઓવરના ચોથા બોલ પર મિશેલ માર્શને પ્રથમ સ્લિપમાં શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મિચેલ માર્શે 5 રન બનાવ્યા હતા.

બંને ટીમની પ્લેઈંગ 11

ભારતીય ટીમ: શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ શોર્ટ, પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબટ અને એડમ ઝમ્પા.