Not Set/ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદ આવશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદ આવશે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તેઓ સાંજે સાત વાગ્યા બાદ એરપોર્ટ લેન્ડ થશે. ગાંધીનગર બેઠક પર ભવ્ય રોડ શો મારફત ઉમેદવારી નોંધાવ્યા બાદ અમિત શાહ ફરી વખત અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે ભાજપની બાકી લોકસભા બેઠકો પરના નામ જાહેર થવા મુદ્દે તેઓ વધુ એક વખત ચર્ચા કરે તેવી […]

Ahmedabad Gujarat Politics
amit shah ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદ આવશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદ આવશે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તેઓ સાંજે સાત વાગ્યા બાદ એરપોર્ટ લેન્ડ થશે. ગાંધીનગર બેઠક પર ભવ્ય રોડ શો મારફત ઉમેદવારી નોંધાવ્યા બાદ અમિત શાહ ફરી વખત અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે ભાજપની બાકી લોકસભા બેઠકો પરના નામ જાહેર થવા મુદ્દે તેઓ વધુ એક વખત ચર્ચા કરે તેવી સંભાવના છે. સાથે સાથે ગુજરાતમાં હવે ભાજપના પ્રચાર-પ્રસારની બાગડોર આગળ વધારવા મુદ્દે તેમજ જે બેઠકો પર ઉમેદવારી કરવાની બાકી હોય તે બેઠકો પર પણ તેઓ બાકી કામગીરીની સમીક્ષા કરશે. અમિત શાહના આગમનથી ગુજરાત ભાજપમાં વધુ એક વખત નવા જાેમનો સંચાર થશે.