Not Set/ કોંગ્રેસનું ઘોષણા પત્ર રાષ્ટ્રીય એકતાને તોડવાનો પ્રયાસ: જેટલી

નવી દિલ્હી, લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસની તરફથી જાહેર કરાયેલા ઘોષણા પત્રમાં જારી કરાયેલા વાયદાઓને કેન્દ્રિય નાણાંમંત્રી અને ભાજપના સીનિયર નેતા અરુણ જેટલીએ ખતરનાક ગણાવ્યા છે. જેટલીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસના આ ઘોષણા પત્રથી કોંગ્રેસ દેશની એકતાને તોડનાર સાથે ઊભું છે તેવું લાગી રહ્યું છે. જેટલીએ કહ્યું કે રાષ્ટ્રદ્રોહના કાનૂન […]

Top Stories
Jetli કોંગ્રેસનું ઘોષણા પત્ર રાષ્ટ્રીય એકતાને તોડવાનો પ્રયાસ: જેટલી

નવી દિલ્હી,

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસની તરફથી જાહેર કરાયેલા ઘોષણા પત્રમાં જારી કરાયેલા વાયદાઓને કેન્દ્રિય નાણાંમંત્રી અને ભાજપના સીનિયર નેતા અરુણ જેટલીએ ખતરનાક ગણાવ્યા છે. જેટલીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસના આ ઘોષણા પત્રથી કોંગ્રેસ દેશની એકતાને તોડનાર સાથે ઊભું છે તેવું લાગી રહ્યું છે. જેટલીએ કહ્યું કે રાષ્ટ્રદ્રોહના કાનૂન અને અફ્સપાને લઇને કોંગ્રેસે કરેલા વાયદાઓ દેશના હિતની વિરુદ્વ છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમે મંગળવારે કોંગ્રેસનું ઘોષણા પત્ર જારી કર્યું હતું. કોંગ્રેસે આ ઘોષણા પત્રને જનઅવાજ નામ આપ્યું છે. આ અવસરે ઘોષણા પત્ર માટે બનાવાયેલી સમિતિના સભ્ય રાજીવ ગૌડાએ કહ્યું હતું કે NRI નાગરિકો, દરેક ક્ષેત્રના નિષ્ણાત, દલિત, અલ્પસંખ્યક ડોકટર, વેપારીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી લોકોના સૂચનો સ્વીકારીને આ ઘોષણાપત્ર તૈયાર કરાયું છે.

વધુ વાંચો: https://api.mantavyanews.in/loksabha-election-2019-congress-releases-manifesto-for-loksabha-election-2019/