Not Set/ ઉમેદવારના રોજના રોકડ ખર્ચની રકમમાં ઘટાડો કરી રૂ 10,000/ કરાઈ: ચૂંટણી પંચ

દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર માટે અગાઉ નક્કી કરવામાં આવેલા દૈનિક ખર્ચની રકમ રૂ. 20,000/ થી ઘટાડીને દૈનિક રૂ. 10,000 કરી હોવાનું તેલંગણાના મુખ્ય ચૂંટણી અધિકારી રજતકુમારે કહ્યું હતું. પત્રકારો સાથેની એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચના આ નિર્ણયની ગુરુવારે અમને જાણ કરવામાં આવી હતી અને તેનો વિધાનસભાની ચૂંટણીમાં […]

Top Stories India Politics
Candidate's cash expenditure Reduced to Rs 10,000 from 20,000 / per day: Election Commission

દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર માટે અગાઉ નક્કી કરવામાં આવેલા દૈનિક ખર્ચની રકમ રૂ. 20,000/ થી ઘટાડીને દૈનિક રૂ. 10,000 કરી હોવાનું તેલંગણાના મુખ્ય ચૂંટણી અધિકારી રજતકુમારે કહ્યું હતું. પત્રકારો સાથેની એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચના આ નિર્ણયની ગુરુવારે અમને જાણ કરવામાં આવી હતી અને તેનો વિધાનસભાની ચૂંટણીમાં કડક રીતે અમલ કરવામાં આવશે.

તેલંગણામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડનાર ઉમેદવાર માટે રૂ. 28 લાખના ચૂંટણી ખર્ચની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે, ચૂંટણી લડી રહેલા ઉમેદવાર માટે અગાઉ મુકરર કરવામાં આવેલા દૈનિક ખર્ચની રકમને ચૂંટણી પંચ દ્વારા રૂ.20,000/થી ઘટાડીને દૈનિક રૂ.10,000/કરી દેવામાં આવી છે. આ બાબત ચૂંટણી દરમિયાન કાળાં નાણાંનાં ઉપયોગ પર અંકુશ લાવશે તેમ જણાવતાં તેમણે કહ્યું હતું કે, આ મામલે અમે નાણાં ખાતાની ગુપ્તચર શાખાના સતત સંપર્કમાં છીએ.

રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા લાગુ કરવામાં આવ્યા પછી પોલીસ અને આવકવેરા ખાતા દ્વારા હાથ ધરવામાં આવેલી જુદી જુદી તપાસ કાર્યવાહી દરમિયાન રૂ. 70 કરોડનું બિનહિસાબી નાણું પકડી પાડવામાં આવ્યું હતું, તેમ પણ તેમણે જણાવ્યું કહ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાંથી આબકારી જકાત ખાતા અને પોલીસની ટુકડી દ્વારા રૂ. 6.70 કરોડની કિંમતના દારૂના જથ્થાને પણ જપ્ત કરવામાં આવ્યો છે.