Not Set/ અકસ્માત/ ઇન્દોરમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, 6 લોકોના મોત

મંગળવારે સવારે ઇન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાલામંડળ નજીક બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં 6 લોકોનું કરૂણ મોત નીપજ્યું હતું. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં આર્મી ઓફિસર અને એક 4 વર્ષનો બાળક શામેલ છે. આ દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahia 1 અકસ્માત/ ઇન્દોરમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, 6 લોકોના મોત

મંગળવારે સવારે ઇન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાલામંડળ નજીક બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં 6 લોકોનું કરૂણ મોત નીપજ્યું હતું. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં આર્મી ઓફિસર અને એક 4 વર્ષનો બાળક શામેલ છે. આ દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયાના સમાચાર છે.

ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ મદદ મળતાં ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતની તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારના કચરઘાણ નીકળી ગયા હતા. ભારે મુશ્કેલીથી કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને કાર ખૂબ જ સ્પીડમાં હતી. તે દરમિયાન બંને સામસામે ટક્કરાઈ હતી. જ્યારે નજીકના લોકોએ કારની ટક્કરનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ ઘટના સ્થળે ગયા હતા અને કારમાં સવાર ઇજાગ્રસ્ત લોકોને ઘણી મહેનત બાદ બહાર કાઢ્યા હતા. આસપાસના લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને ઘટનાની જાણ કરી હતી. જે બાદ ઘટનાસ્થળે તેજાજી નગર પોલીસ અને એમ્બ્યુલન્સની મદદથી તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.