Not Set/ ટેક્નિકલ ખામી સર્જાતા ચન્દ્રયાન 2નું લોચિંગ અટક્યું

ભારત માટે સૌથી મહત્વનો પ્રોજેક્ટ ગણાતા મૂન મિશન પર બ્રેક લાગી છે.આજે ચન્દ્રયાન 2 નું લોન્ચિંગ થવાનું હતું પણ ટેકનિકલ ખામી સર્જાતા રવિવારે મોડી રાતે ચંદ્રયાન 2નું લોન્ચિંગ અટકાવી દીધું હતું. ઇસરોએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ‘વ્હીકલના મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાઇ છે. સાવચેતીના ભાગરૂપે આજે ચંદ્રયાન 2નું લોન્ચિંગ કરવામાં નહીં આવે. લોન્ચિંગની આગામી તારીખ […]

Top Stories India
ihsd ટેક્નિકલ ખામી સર્જાતા ચન્દ્રયાન 2નું લોચિંગ અટક્યું

ભારત માટે સૌથી મહત્વનો પ્રોજેક્ટ ગણાતા મૂન મિશન પર બ્રેક લાગી છે.આજે ચન્દ્રયાન 2 નું લોન્ચિંગ થવાનું હતું પણ ટેકનિકલ ખામી સર્જાતા રવિવારે મોડી રાતે ચંદ્રયાન 2નું લોન્ચિંગ અટકાવી દીધું હતું.

ઇસરોએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ‘વ્હીકલના મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાઇ છે. સાવચેતીના ભાગરૂપે આજે ચંદ્રયાન 2નું લોન્ચિંગ કરવામાં નહીં આવે. લોન્ચિંગની આગામી તારીખ પછી જાહેર કરવામાં આવશે.’

ઇસરોના જણાવ્યા મુજબ રોકેટમાં ક્રાયોજેનિક ઇંધણ ભરતા સમયે મુશ્કેલી ઊભી થઈ હતી. હવે આ ઇંધણ સંપૂર્ણપણે ખાલી કરવું પડશે. 10 દિવસ પછી આગળની રણનીતિ નક્કી થશે.

લોન્ચ થવાના 56 મિનિટ અને 24 સેકન્ડ પહેલાં જ કાઉન્ટડાઉન રોકી દેવામાં આવ્યું હતું. આજે રાત્રે 2:51 વાગ્ય શ્રી હરિકોટા સતીશ ધવન સેન્ટરથી ચંદ્રયાન 2 લોન્ચ થવાનું હતું.ચન્દ્રયાન 2ને શક્તિશાળી GSLV 3 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવનાર હતું.પરંતુ ટેક્નિકલ ખામીને કારણે લોન્ચિંગ રોકી દેવાયું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.