Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 18 હજારથી વધુ નવા કેસ, આટલા લોકોએ ગુમાવ્યો જીવ

દેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. સતત બીજા દિવસે 18 હજારથી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, 18,700 નવા કોરોના કેસ સામે આવ્યા છે

Top Stories India
Electionn 20 દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 18 હજારથી વધુ નવા કેસ, આટલા લોકોએ ગુમાવ્યો જીવ

દેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. સતત બીજા દિવસે 18 હજારથી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, 18,700 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 100 લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે, કોરોનાથી 14,400 લોકો પણ સ્વસ્થ થયા છે. આ પહેલા શુક્રવારે 18,284 નવા કોરોના કેસ નોંધાયા હતા.

આરોગ્ય મંત્રાલયના નવીનતમ માહિતી અનુસાર હવે દેશમાં કુલ કોરોના કેસ વધીને એક કરોડ 12 લાખ 10 હજાર 799 પર પહોંચી ગયા છે. કુલ એક લાખ 57 હજાર 756 લોકોએ જીવ ગુમાવ્યો છે. એક કરોડ 8 લાખ 68 હજાર 520 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા હવે વધીને 1 લાખ 84 હજાર 523 થઈ ગઈ છે, એટલે કે હજી પણ ઘણા લોકો કોરોના પોઝીટીવ છે.

khurkha 1 દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 18 હજારથી વધુ નવા કેસ, આટલા લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો : ISRO 28 માર્ચે લોન્ચકરશે આ ત્રીજી આંખ સમાન સેટેલાઈટ, સીમા પરની ગતિવિધિઓ પર રાખશે બાજનજર

મહારાષ્ટ્રમાં સંક્રમણના કેસ 22 લાખને પાર

મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે કોરોના વાયરસ ચેપના 11,000 થી વધુ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમણ લોકોની સંખ્યા 22,08,586 પર પહોંચી ગઈ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, વિદ્રર્ભ, પુણે અને મુંબઇમાં નવા કેસ ઝડપથી વધવાને કારણે છેલ્લા 13 દિવસમાં એક લાખ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં નવા 11,000 થી વધુ કેસ નોંધાયા છે. તે જ સમયે, વધુ 47 લોકોના મોત સાથે, મૃત લોકોની કુલ સંખ્યા વધીને 52440 થઈ ગઈ.

સતત બીજા દિવસે દિલ્હીમાં 300 થી વધુ કેસ 

દિલ્હીમાં હવે 24 કલાકમાં આવતા કોરોના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. સતત બીજા દિવસે દિલ્હીમાં 300 થી વધુ કેસ નોંધાયા છે અને તે ચિંતાનો વિષય છે કે હવે ચેપ દર પણ ઝડપથી વધી રહ્યો છે.

આ પણ વાંચો : પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બૈ મરૈકયરનું નિધન