Not Set/ જમ્મુ-કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, બે આતંકી ઢેર

કાશ્મીરના કુલગામના ગોપાલપોરા ગામમાં મંગળવાર મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે શરૂ થયેલી અથડામણ હજુ પણ જારી છે.આ એન્કાઉન્ટરમાં 34 રાષ્ટ્રીય રાઇફલ્સ અને એસઓજીના જવાન સંયુક્ત રીતે લાગેલા છે.  કુલગામના પોલીસ સૂત્રોએ બે થી ત્રણ આતંકવાદી અહીં છુપાયેલા હોવાની પુષ્ટિ કરી છે. કુલગામથી સમાચાર મળી રહ્યા છે કે અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ બે આતંકીઓને ઢેર કર્યા […]

Top Stories India
yy6 4 જમ્મુ-કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, બે આતંકી ઢેર

કાશ્મીરના કુલગામના ગોપાલપોરા ગામમાં મંગળવાર મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે શરૂ થયેલી અથડામણ હજુ પણ જારી છે.આ એન્કાઉન્ટરમાં 34 રાષ્ટ્રીય રાઇફલ્સ અને એસઓજીના જવાન સંયુક્ત રીતે લાગેલા છે.  કુલગામના પોલીસ સૂત્રોએ બે થી ત્રણ આતંકવાદી અહીં છુપાયેલા હોવાની પુષ્ટિ કરી છે.

કુલગામથી સમાચાર મળી રહ્યા છે કે અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ બે આતંકીઓને ઢેર કર્યા છે.જણાવીએ કે, આ પહેલા દક્ષિણ કાશ્મીરનાં શોપિયાંના કેલર વિસ્તારોના જંગલોમાં મંગળવારે થયેલ અથડામણમાં ત્રાસવાદીઓએ સુરક્ષાદળોને માત આપીને ભાગી ગયા.

અથડામણ શરૂ થતાની સાથે જ વિસ્તારમાં ઘણી જગ્યાઓ પર સુરક્ષાદળો સાથે અથડામણ થઇ. પોલીસ અનુસાર શોપિયાં જિલ્લાના કેલરના યરવન વિસ્તારના જંગલોમાં આતંકવાદીઓની હાજરીની સુચના મળી હતી.

આર્મીએ આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન,આતંકવાદીઓએ શંકાસ્પદ સ્થાન પરથી ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહી કરતા એન્કાઉન્ટર શરૂ થઇ ગયું. પરંતુ ફાયરિંગ વખતે આતંકવાદીઓ ભાગી ગયા. આ પછી,ઘણાં કલાકો માટે આ વિસ્તારની શોધખોળ કરવામાં આવી, પરંતુ કોઈ મળ્યું ન હતું.

દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લામાં સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ) પાસે સુરક્ષાદળોને લક્ષ્યાંક બનાવતા, આતંકવાદીઓએ મંગળવારની સાંજે અંતમાં ગ્રેનેડથી હુમલો કર્યો. જો કે, ગ્રેનેડ બેંક દિવાલથી ટકરાઈને ફાટી જવાથી કોઈ નુકસાન થયું નથી.

જણાવીએ કે આતંકવાદીઓએ પ્રથમ ગ્રેનેડ ફેંક્યો. આ પછી આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગનો જવાબ આપ્યા બાદ, આતંકવાદીઓ સ્થળ પરથી છટકી ગયા. ઘટના પછી તરત જ, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધુ અને શોધ અભિયાન શરૂ કર્યું. જો કે, આ વિશે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.