Not Set/ તમે લોકોને મારી કાયદો તમારા હાથમાં ના જ લઈ શકો ,જાણો કયા ભાજપના સાંસદે આવું કહ્યું

તેલંગાણા એન્કાઉન્ટર પર ભાજપના સાંસદ મેનકા ગાંધીએ કહ્યું કે જે બન્યું તે આ દેશ માટે ખૂબ ભયંકર છે. તમે લોકોને મારી તો ના જ શકો. તમે કાયદાને તમારા હાથમાં ના જ લઈ શકો.મેનકા ગાંધીએ કહ્યું કે આ લોકો આરોપી છે અને તેેમને કોઈપણ રીતે કોર્ટમાંથી ફાંસી આપવામાં આવી હોત. તેમણે કહ્યું કે જો આવું (એન્કાઉન્ટર) […]

Top Stories India
Untitled 46 તમે લોકોને મારી કાયદો તમારા હાથમાં ના જ લઈ શકો ,જાણો કયા ભાજપના સાંસદે આવું કહ્યું

તેલંગાણા એન્કાઉન્ટર પર ભાજપના સાંસદ મેનકા ગાંધીએ કહ્યું કે જે બન્યું તે આ દેશ માટે ખૂબ ભયંકર છે. તમે લોકોને મારી તો ના જ શકો. તમે કાયદાને તમારા હાથમાં ના જ લઈ શકો.મેનકા ગાંધીએ કહ્યું કે આ લોકો આરોપી છે અને તેેમને કોઈપણ રીતે કોર્ટમાંથી ફાંસી આપવામાં આવી હોત. તેમણે કહ્યું કે જો આવું (એન્કાઉન્ટર) થાય તો કાયદાથી શું ફાયદો છે, સિસ્ટમનો શું ફાયદો છે.મેનકાએ કહ્યું, ‘આ રીતે કોર્ટ અને કાયદાનો કોઈ ફાયદો નથી. જેનું મન થાય એ બંદૂક ઉપાડે અને કોઈને પણ મારી નાખે.જો તમે કાનૂની પ્રક્રિયામાંથી આગળ વધ્યા વિના જ તેની હત્યા કરી રહ્યા છો, તો પછી કોર્ટ, કાયદો અને પોલીસના ન્યાયનું શું?

અગાઉ તેલંગણામાં બળાત્કાર અને હત્યાના કેસના ચારેય આરોપીઓની આજે સવારે કબૂલાત કરવામાં આવી હતી. આ ચારેય પર મહિલા વેટરનરી ડોક્ટરની સાથે બળાત્કાર અને હત્યાના આરોપ મૂકવામાં આવ્યા હતા. પોલીસનો દાવો છે કે આ તમામ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં તમામ આરોપીઓ માર્યા ગયા છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર આજે સવારે 3 થી 6 દરમિયાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યા પછી, પોલીસ આ ચારેય આરોપીઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી જેથી ‘ગુનાના દ્રશ્ય’ ની તપાસ થઈ શકે. પરંતુ આરોપીમાંથી એક જણાએ પોલીસકર્મીના હથિયાર છીનવી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો આ આરોપી ભાગી ગયો હોત તો મોટી હંગામો થયો હોત, તેથી પોલીસ પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને આ ચારેય આરોપીઓ કાઉન્ટર ફાયરિંગમાં માર્યા ગયા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, 28 નવેમ્બરના રોજ, આ ચાર આરોપીઓ, જેમની ઉંમર 20 થી 26 વર્ષની વચ્ચે હતી,તેઓ મહિલા ડોક્ટરને તેમનું સ્ફુટી  પાર્ક કરતા જોઇ ગયા હતા.એ પછી તેમણે સ્ફુટીને પચર પાડ્યું અને આ પછી મદદ કરવાના બહાને મહિલાને કોઈ નિર્જન સ્થળે લઈ ગયા, તેની સાથે ગેંગરેપ કર્યો અને બાદમાં પેટ્રોલ લગાવી અને સળગાવી દીધી.

પોલીસના જણાવ્યા અનુસાર આ લોકોએ આ ઘટના પહેલા દારૂ પણ પીધો હતો. બળાત્કાર અને હત્યાની આ ઘટના બાદ આખા દેશમાં રોષ જોવા મળ્યો હતો અને આ મામલે સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.