Not Set/ SC/ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે હશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ, 18 નવેમ્બરે લેશે શપથ

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ હશે. તેઓ 18 નવેમ્બરના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે અને તેમનો કાર્યકાળ 23 એપ્રિલ 2021 સુધી રહેશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેને આગામી મુખ્ય ન્યાયાધીશ બનાવવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. નિયમ મુજબ વર્તમાન ચીફ જસ્ટિસ સરકારને આગામી ચીફ જસ્ટિસની […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 2 SC/ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે હશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ, 18 નવેમ્બરે લેશે શપથ

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ હશે. તેઓ 18 નવેમ્બરના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે અને તેમનો કાર્યકાળ 23 એપ્રિલ 2021 સુધી રહેશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેને આગામી મુખ્ય ન્યાયાધીશ બનાવવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. નિયમ મુજબ વર્તમાન ચીફ જસ્ટિસ સરકારને આગામી ચીફ જસ્ટિસની નિમણૂક માટે ભલામણ કરે છે.

સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર, ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેનો જન્મ 24 એપ્રિલ 1956 માં નાગપુર, મહારાષ્ટ્રમાં થયો હતો, તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો હતો. 1978 માં તેઓ મહારાષ્ટ્ર બાર કાઉન્સિલના સભ્ય બન્યા અને 1998 માં તેઓ સિનિયર એડવોકેટ બન્યા.

ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેને 29 માર્ચ 2000 ના રોજ બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ પદે નિમવામાં આવ્યા હતા, તેઓ 16 ઓક્ટોબર 2012 ના રોજ મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ તરીકે નિમણૂક થયા હતા અને 12 એપ્રિલ, 2013 ના રોજ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. ન્યાયાધીશ બોબડે 23 એપ્રિલ 2021 સુધીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે રહેશે અને હાલના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ પછી તેઓ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.