Not Set/ મહારાષ્ટ્ર/ NCP ના વધુ એક ધારાસભ્ય થયા ગુમ, નોંધાઈ ફરિયાદ

મહારાષ્ટ્રની રાજનીતિમાં સિયાસી ઉથલપાથલ ચાલુ છે.આ રાજકીય ભૂકંપ શનિવારે સવારે શરૂ થયો હતો, દરેક ક્ષણે ત્યાં નવા નવા વળાંક સામે આવી રહ્યા છે. શનિવારે, બીજેપીએ એનસીપી નેતા અજીત પવાર સાથે મળીને સરકારની રચના કરી, તે પછી તરત જ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ એક્શન મોડમાં આવી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આ સરકારની રચના સામે સુપ્રીમ કોર્ટમાં […]

Top Stories India
amahi 3 મહારાષ્ટ્ર/ NCP ના વધુ એક ધારાસભ્ય થયા ગુમ, નોંધાઈ ફરિયાદ

મહારાષ્ટ્રની રાજનીતિમાં સિયાસી ઉથલપાથલ ચાલુ છે.આ રાજકીય ભૂકંપ શનિવારે સવારે શરૂ થયો હતો, દરેક ક્ષણે ત્યાં નવા નવા વળાંક સામે આવી રહ્યા છે. શનિવારે, બીજેપીએ એનસીપી નેતા અજીત પવાર સાથે મળીને સરકારની રચના કરી, તે પછી તરત જ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ એક્શન મોડમાં આવી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આ સરકારની રચના સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે.

ત્રણેય પક્ષોએ દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા અને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવાના આમંત્રણ આપવાના રાજ્યપાલ ભગતસિંહ કોશાયરીના નિર્ણયને પડકાર્યો છે. આ દરમિયાન એનસીપીએ પોતાના ધારાસભ્યોને સુરક્ષિત કરવાની શરૂઆત કરી દીધી છે. આ ઉથલપાથલ વચ્ચે એનસીપીએ તેના એક ધારાસભ્યની ગાયબ થવાની ફરિયાદ નોંધાવી છે. શાહપુરના એનસીપી ધારાસભ્ય દૌલત દરોદા સવારે દક્ષિણ મુંબઈના રાજભવન પહોંચ્યા પછી ગુમ થયા હતા.

એનસીપીના પૂર્વ ધારાસભ્ય પાંડુરંગ બરોરાએ દૌલત દરોદાના ગાયબ થવા અંગે ફરિયાદ નોંધાવી છે. રાજભવન ખાતે શપથ ગ્રહણ સમારોહમાં દરોદાએ હાજરી આપી હતી. જે બાદ તે શુક્રવારે રાત્રે થાણેના તેમના મત વિસ્તારથી તેમના પુત્ર કરણ સાથે નીકળી ગયા હતા, પરંતુ મુંબઇ પહોંચ્યા બાદ તેમનો સંપર્ક કરવામાં આવ્યો નથી. પૂર્વ ધારાસભ્ય પંડુરંગ બારોરાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

તે પહેલા એનસીપીના અન્ય ધારાસભ્ય નીતિન પવાર પણ ગુમ હોવાનું જણાવાયું છે. નીતિન કણવલ નાસિક ના ધારાસભ્ય છે. ધારાસભ્યના પુત્રએ પંચવટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જયારે એનસીપીએ અજીત પવારનો મહિમા વધારતા અજીત  પવારને ધારાસભ્ય પક્ષના નેતા પદેથી હટાવ્યા છે. આ સાથે, અજીત પવારની જગ્યાએ જયંત પાટિલ એનસીપીના ધારાસભ્ય પક્ષના નવા નેતા તરીકે ચૂંટાયા. દરમિયાન, ત્રણેય પક્ષોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી કે મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રોટીમ સ્પીકરની નિમણૂક કરવામાં આવે અને તરત જ ફ્લોર ટેસ્ટ કરવામાં આવે. તેમજ તેની વીડિયોગ્રાફી પણ થવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.