Not Set/ ભાજપમાં જોડાયા છત્રપતિ શિવાજીના વંશજ ઉદયનરાજે ભોસલે,અમિત શાહની હાજરીમાં લીધું સભ્યપદ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા NCPને મોટો ઝટકો લાગ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને મહારાષ્ટ્રના સાતારાથી NCPનાં સાંસદ ઉદયનરાજે ભોસલેએ તેમની પાર્ટીને છોડીને ભાજપમાં જોડાયા છે. ઉદયનરાજે ભોસલેએ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું હતું. Delhi: Udayanraje Bhosale, NCP Lok Sabha MP and descendant of Shivaji Maharaj joins Bharatiya Janata Party (BJP) […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamona 7 ભાજપમાં જોડાયા છત્રપતિ શિવાજીના વંશજ ઉદયનરાજે ભોસલે,અમિત શાહની હાજરીમાં લીધું સભ્યપદ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા NCPને મોટો ઝટકો લાગ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને મહારાષ્ટ્રના સાતારાથી NCPનાં સાંસદ ઉદયનરાજે ભોસલેએ તેમની પાર્ટીને છોડીને ભાજપમાં જોડાયા છે. ઉદયનરાજે ભોસલેએ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું હતું.

ઉદયનરાજે ભોસાલેએ આજે વહેલી સવારે લોકસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું હતું. શુક્રવારે ભોસલે સોશિયલ મીડિયા પર ભાજપમાં જોડાવાની ઘોષણા કરી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે તેઓ 14 સપ્ટેમ્બરે પીએમ મોદી, અમિત શાહ, નીતિન ગડકરી, દેવેન્દ્ર ફડણવીસ અને ચંદ્રકાંત પાટિલ જેવા દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાશે.

ટ્વિટ કરતા પહેલા ભસલે ગુરુવારે NCP અધ્યક્ષ શરદ પવારને પાર્ટી છોડવાના નિર્ણય અંગે જણાવ્યું હતું. એવું નથી કે તેણે પહેલીવાર પાર્ટી બદલી છે તેઓ આ પહેલા પણ પાર્ટીઓ બદલી ચૂક્યા છે. તેમણે રાજકારણી તરીકે સ્વતંત્ર કારકિર્દી શરૂ કર્યા પછી 1998 માં ભાજપમાં જોડાયા, પછી પાછા કોંગ્રેસ અને NCP માં ગયા, હવે તેઓ ભાજપમાં જોડાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન