Not Set/ નિર્ભયા કેસ/ ગૃહ મંત્રાલયે મુકેશની દયાની અરજી રાષ્ટ્રપતિને મોકલી

દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપ કેસના ચાર દોષિતો પવન, અક્ષય, વિનય અને મુકેશની ફાંસીની તારીખ વધુ સમય સુધી લંબાવાની સંભાવના છે. ચાર પૈકી એક દોષિત મુકેશ સિંહે કરેલી દયા અરજીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઈકાલે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલી આપી છે. જો કે ગૃહ મંત્રાલયે આ અપીલ ફગાવી દેવા રાષ્ટ્રપતિને વિનંતિ કરી છે.ગૃહ મંત્રાલયે આ અરજી ફગાવી દેવા માટે […]

Top Stories
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 3 નિર્ભયા કેસ/ ગૃહ મંત્રાલયે મુકેશની દયાની અરજી રાષ્ટ્રપતિને મોકલી

દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપ કેસના ચાર દોષિતો પવન, અક્ષય, વિનય અને મુકેશની ફાંસીની તારીખ વધુ સમય સુધી લંબાવાની સંભાવના છે. ચાર પૈકી એક દોષિત મુકેશ સિંહે કરેલી દયા અરજીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઈકાલે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલી આપી છે.

જો કે ગૃહ મંત્રાલયે આ અપીલ ફગાવી દેવા રાષ્ટ્રપતિને વિનંતિ કરી છે.ગૃહ મંત્રાલયે આ અરજી ફગાવી દેવા માટે રાષ્ટ્રપતિને અપીલ કરી છે જેથી ફાંસીનો રસ્તો મોકળો બની શકે.

અગાઉ દિલ્હી સરકારે દયા અરજી ફગાવવાની ભલામણ કરતા તેને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પાસે મોકલવામાં આવી હતી. ઉપરાજ્યપાલે પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અરજી ફગાવવાની ભલામણ કરી છે.

નિર્ભયા ગેંગરેપના ચાર દોષિતો પૈકી એક મુકેશ સિંહની ક્યૂરેટિવ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ તેણે જેલ તંત્રને દયા અરજીનો એક પત્ર સોંપ્યો હતો. જેલ તંત્ર દ્વારા આ દયા અરજી લેફ્ટનન્ટ ગર્વનરને મોકલી હતી જેમણે બાદમાં અરજી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી આપી હતી. મુકેશ સિંહની દયા અરજી ગત રાત્રે રાષ્ટ્રપતિને મોકલવામાં આવી હતી અને સાથે જ ગૃહ મંત્રાલયે આ અરજી ફગાવી દેવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવી દેવામાં આવે છે ત્યારબાદ પણ દોષિતોને ફાંસી આપવામાં 14 દિવસનો સમય મ‌ળે છે. દિલ્હીની કોર્ટે 7 જાન્યુઆરીના રોજ ચારેય દોષિતોને ફાંસી આપવાનો ડેથ વોરન્ટ ઈશ્યૂ કરી દીધો હતો. નિર્ભયા પર રેપના દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે સાત કલાકે તિહાડ જેલમાં ફાંસી આપવાનો ઓર્ડર કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.