Not Set/ હવે લકઝરી ક્રુઝમાં કરો મુંબઈથી ગોવાની સફર અને એ પણ તમારાં બજેટમાં..

મુંબઈ Angriya નામની લકઝરી ક્રુઝમાં હવે તમે સફર કરી શકો છો મુંબઈથી ગોવા સુધી. આ લકઝરી ક્રુઝ મારફતે તમે દરિયાઈમાર્ગે માયાનગરી મુંબઈથી ગોવા પહોચી શકો છો અને એ પણ તમારાં બજેટમાં. બોટટ્રીપ એ ઘણાં લોકોનું સપનું હોય છે અને હવે આ સપનું એક લકઝરી ક્રુઝ આંગ્રીય પૂરું કરી રહી છે એટલે હવે પહેલીવાર જળમાર્ગે મુંબઈ ટુ […]

India
HHHH હવે લકઝરી ક્રુઝમાં કરો મુંબઈથી ગોવાની સફર અને એ પણ તમારાં બજેટમાં..

મુંબઈ

Angriya નામની લકઝરી ક્રુઝમાં હવે તમે સફર કરી શકો છો મુંબઈથી ગોવા સુધી. આ લકઝરી ક્રુઝ મારફતે તમે દરિયાઈમાર્ગે માયાનગરી મુંબઈથી ગોવા પહોચી શકો છો અને એ પણ તમારાં બજેટમાં. બોટટ્રીપ એ ઘણાં લોકોનું સપનું હોય છે અને હવે આ સપનું એક લકઝરી ક્રુઝ આંગ્રીય પૂરું કરી રહી છે એટલે હવે પહેલીવાર જળમાર્ગે મુંબઈ ટુ ગોવા ટ્રીપ થઇ શકશે.

ક્રુઝ આંગ્રીય સી ઈગલ પ્રાઇવેટ લીમીટેડની છે. આ ટ્રાવેલ કંપની પહેલીવાર પોતાની લકઝરી શીપ મુંબઈ ટુ ગોવાનાં રૂટ પર લાવી રહી છે. આ ક્રુઝની પહેલી ટુર ૩ ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે.આ શીપને નામ આપવામાં આવ્યું છે આંગ્રીય (Angriya). આ નામ મરાઠા નૌસેનાના મહાન કોરલ બેંક રીફ એડમાઈરલ કન્હોજી આંગ્રેના નામ પર રાખવામાં આવ્યું છે.

ક્રુઝ મુંબઈથી ગોવા પહોચવામાં 16 કલાકનો સમય લેશે અને આ શીપમાં એક સમયે 400 લોકો સવાર થઇ શકે છે. આ ક્રુઝ પોતાની સફર દરમ્યાન વચ્ચે માત્ર ત્રણ જગ્યાઓએ ઉભી રહેશે અને એ જગ્યાઓ છે, Dighi, Dabhol અને Malvan.

આ જહાજમાં સાત પ્રકારનાં રૂમ છે. સફર દરમ્યાન બે ટંકનું ભોજન અને એક બ્રંચ પણ આપવામાં આવશે. આ ઉપરાંત આ ક્રુઝ પર સ્વીમીંગ પુલ પણ છે જેનો લાભ યાત્રીઓ લઇ શકે છે પોતાના સફર દરમ્યાન.

શું છે આ ટ્રીપનું ભાડું?

આટલી આલીશાન ક્રુઝ ટ્રીપની ટીકીટનો ભાવ તમારા બજેટમાં જ છે. એક માણસની ટિકિટનું ભાડું સાત હજારથી લઈને બાર હજાર સુધીનું હોઈ શકે છે.

આ છે લકઝરી ક્રુઝની તસવીરો ..

Instagram will load in the frontend.

Travel mumbai to goa by new angriya cruise in just seven thousand rupees

Travel mumbai to goa by new angriya cruise in just seven thousand rupees