Asia Cup 2023/ એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં, જય શાહે કરી જાહેરાત

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આખી દુનિયા રાહ જોઈ રહી છે.    હવે ફરી એકવાર ભારત-પાકિસ્તાનની મેચ જોવા મળશે  આ બંને ટીમો એશિયા કપ 2023માં ટકરાશે.

Top Stories Sports
Asia Cup 2023

Asia Cup 2023:  ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આખી દુનિયા રાહ જોઈ રહી છે.    હવે ફરી એકવાર ભારત-પાકિસ્તાનની મેચ જોવા મળશે  આ બંને ટીમો એશિયા કપ 2023માં ટકરાશે. ગુરુવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલે મોટી જાહેરાત કરતા ટૂર્નામેન્ટના ફોર્મેટ અને જૂથોની જાહેરાત કરી હતી. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે એશિયા કપમાં કુલ 8 ટીમો ભાગ લેશે અને આ ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવશે. મોટા સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે 2023 અને 2024માં યોજાનારી ટુર્નામેન્ટની યાદી જાહેર કરી છે. જય શાહના ટ્વિટ મુજબ સપ્ટેમ્બરમાં એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં હશે, જ્યારે બીજા ગ્રુપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાશે કે નહીં.  પાકિસ્તાન સત્તાવાર રીતે આ ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે, પરંતુ BCCI સેક્રેટરી હોવાના કારણે જય શાહ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય.

જય શાહે ટ્વીટ કર્યું, ‘2023 અને 2024 માટે ACC પાથવે સ્ટ્રક્ચર અને ક્રિકેટ કેલેન્ડર પ્રસ્તુત કરી રહ્યાં છીએ! તે રમતને નવી ઊંચાઈઓ પર લઈ જવાના અમારા અપ્રતિમ પ્રયાસો અને જુસ્સાને પ્રતિબિંબિત કરે છે. દેશભરના ક્રિકેટરો અદભૂત પ્રદર્શન કરવા  તૈયારી કરી રહ્યા છે,એશિયા કપ 2023માં લીગ સ્ટેજ, સુપર-4 અને ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે, જોકે આ ટુર્નામેન્ટનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

Record/ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટસમેન સ્ટીવ સ્મિથે સર ડોન બ્રેડમેનનો આ રેકોર્ડ તોડ્યો,જાણો

New Bill/હવે ગુજરાતમાં પ્રદર્શન કરતા પહેલા ચેતી જજાે,રાષ્ટ્રપતિએ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને આપી મંજૂરી