Not Set/ બિહાર ભાજપમાં ભડકો,રવિશંકર પ્રસાદના ટેકેદારોને ફટકારતા પોલીસ બોલાવી પડી,ગિરિરાજે પણ મોરચો માંડ્યો

દિલ્હી, ભાજપમાં લોકસભાની ટિકિટ ફાળવણીને લઈને અનેક સીટો પર બબાલો થઈ છે ત્યાં સુધી કે હવે ભાજપના કાર્યકરો હિંસા પર ઉતરી આવ્યા છે.બિહારની હાઇપ્રોફાઈલ સીટમાંથી એક પટના સાહિબમાં શત્રુધ્ન સિન્હાની ટિકિટ કાપી ભાજપના કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને ટિકિટ આપી તો આ ક્ષેત્રથી ટિકિટના પ્રબળ દાવેદાર આરકે સિન્હા નારાજ થઈ ગયા છે.આરકે સિંહાના સમર્થકોએ ભારે […]

Top Stories India Trending
mqp 11 બિહાર ભાજપમાં ભડકો,રવિશંકર પ્રસાદના ટેકેદારોને ફટકારતા પોલીસ બોલાવી પડી,ગિરિરાજે પણ મોરચો માંડ્યો

દિલ્હી,

ભાજપમાં લોકસભાની ટિકિટ ફાળવણીને લઈને અનેક સીટો પર બબાલો થઈ છે ત્યાં સુધી કે હવે ભાજપના કાર્યકરો હિંસા પર ઉતરી આવ્યા છે.બિહારની હાઇપ્રોફાઈલ સીટમાંથી એક પટના સાહિબમાં શત્રુધ્ન સિન્હાની ટિકિટ કાપી ભાજપના કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને ટિકિટ આપી તો આ ક્ષેત્રથી ટિકિટના પ્રબળ દાવેદાર આરકે સિન્હા નારાજ થઈ ગયા છે.આરકે સિંહાના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.રવિશંકર પ્રસાદ અને આરકે સિંહાના ટેકેદારો વચ્ચે મારામારી થઈ જતા પોલીસ બોલાવી પડી હતી.

પટના સાહિબ લોકસભા સીટ પરથી રવિશંકર પ્રસાદને જાહેર કર્યા બાદ આજે પહેલી વખત તેઓ પટના પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં તેમના સમર્થકો પટના એરપોર્ટ પહોંચ્યા હતા. પરંતુ તે સમયે જ અફડાતફડીનો માહોલ થઈ ગયો જ્યારે રાજ્યસભા સાંસદ આરકે સિન્હાના સમર્થક રવિશંકર પ્રસાદના સમર્થકો સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા અને જોરદાર મારપીટ કરી હતી. ઘટના સ્થળે પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા લાઠી ચાર્જ કર્યો હતો.

બિહાર NDAમાં બેઠક વહેચણી બાદ BJPમાં ઘમાસાન શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય પ્રધાન અને BJPના દિગ્ગજ નેતા ગિરિરાજ સિંહે પણ પાર્ટીની વિરૂદ્ધ મોર્ચા ખોલી દીધો છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, હું ચૂંટણી લડીશ તો, ફક્ત નવાદા લોકસભા બેઠક પરથી જ લડીશ.નવાદા બેઠકની જાહેરાત બાદ ગિરિરાજ સિંહ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. તેઓ પહેલા પણ કહેતા રહ્યા છે કે, તે તેઓ નવાદાથી જ ચૂંટણી લડશે. પંરતુ બેઠક વહેચણી વખતે LJPને બે બેઠક આપવામાં આવી છે. ગિરિરાજને બેગુસરાઈની સીટ આપવામાં આવી છે જે તેમને મંજુર નથી.

બિહારમાં ભાજપના પાંચ સીટિંગ એમપીની ટીકિટો કપાઇ ચુકી છે. આ તમામ સીટો જનતા દળ યુનાઇટેડ (JDU) ના ખાતે ગઇ છે.